Friday, 12 March 2021

જાણવા જેવું

💥દાંડી કૂચ યાત્રા.,. દિન વિશેષ ..ચાલો જાણીએ..જીતુ સર સાથે..
➖➖➖➖➖➖➖➖➖
➖ સ્થળઃ સાબરમતી આશ્રમ થી 12 માર્ચ 1930 ગાંધીજી નાં નિવાસ સ્થાન હદયકુંજ થી  કુલ 79 સાથીદારો દાંડી યાત્રા ની શરૂઆત થાય છે.
➖દાંડી યાત્રા દરમ્યાન ખેડા નાં માતર ગામ થી અધ વચ્ચે થી 2 વ્યક્તિ દાંડી યાત્રા માં જોડાયા
1 ખડગ બહાદુર સિંહ
2 શંકર કાલેલકર
કુલ દાંડી યાત્રા નાં સાથીદાર 81 થાય.

 💥ગાંધીજી એ શા માટે દાંડી યાત્રા કરી?

 ➖ભારતમાં અંગ્રેજો દ્વારા 10 પાઈ ના મીઠા ઉપર 200 પાઈની જકાત નાખી જેથી અંગ્રેજ  સરકાર ગરીબમાં ગરીબ માણસોને પણ નીચોવી લે છે .આ 2400 ટકા જેટલો વધારો લાદી દેતા  ગાંધીજીએ આ અન્યનું પગલું લાગ્યું જેથી  ગાંધીજી મીઠાના કાયદાનો ભંગ કરી  સવિનય કાનૂનભંગ ની ચળવળ શરૂ કરી.

➖દાંડી કૂચ નાં પ્રથમ દિવસે ભાટ ગામ મુકામે સભા સંબોધતા ગાંધીજી કહે છે કે" હું કાગડા કૂતરા ની મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમ પાછો નહિ ફરું"
➖5 એપ્રિલ 1930 નાં રોજ સાંજે દાંડી સ્થળ પર પહોંચી સમુદ્ર સ્નાન કરે છે
➖6 એપ્રિલ 1930 સવાર નાં દાંડી સ્થળે ચપટી મીઠું ઉપાડી ગાંધીજી બોલે છે " નમક કા કાનૂન તોડ દિયા" અને કહે છે કે આજ થી બ્રિટિશ સામ્રાજ્ય ની ઈમારત નાં પાયામાં હું આથી લૂનો લગાડું છું.
➖દાંડી કૂચ દરમ્યાન ગાંધીજી 241 માઇલ (385Km) અંતર કાપે છે.
➖દાંડી યાત્રા 8 જિલ્લાઓ અને 48 ગામોને આવરી લેતી 24 દિવસે દાંડી ગામે પહોંચે  છે.
➖12 માર્ચ 1930 દાંડી યાત્રા માં પ્રસ્થાન સમયે નારાયણ ખેર સાહેબ હરી નો મારગ શૂરાનો ભજન ગયું.
➖દાંડી યાત્રા નો પ્રથમ વિસામો ચંદોળ તળાવ અને પ્રથમ રાત્રિ રોકાણ અસલાલી ગામે  હતું 
➖ દાંડીયાત્રા દરમિયાન ગાંધીજીને એક મહિલા મળવા આવ્યા હતા જેનું નામ સરોજિની નાયડુ હતું
➖ દાંડી યાત્રાનું એક અમેરિકન પત્રકાર કરે છે જેનું નામ વેબ મિલર હતું.
➖દાંડી યાત્રાની માહિતી  ગામે ગામ આપી લોક જાગૃત કરતી ટુકડી નું નામ અરુણ હતું.
 ➖દાંડીયાત્રાનો સમગ્ર ચિત્રાંકન આલ્બમ તૈયાર કરનાર કનુભાઈ દેસાઈ હતા
➖દાંડી માં દાંડી યાત્રા નું ભવ્ય સ્વાગત સિરાજુદ્દીન વાસી શેઠ દ્વારા કરાયું હતું.
➖ 75 વર્ષ પૂર્ણ થતા સરકારે પાંચ રૂપિયાનો સિક્કો બહાર પાડે છે.

No comments:

Post a Comment