Thursday, 18 February 2021

એક ગામ હતું. ગામની બાજુમાં જ સરસ ખેતરો હતા. ખેતરોમાં સરસ પાક લહેરાતો હતો. ખેતરના શેઢા પર ઘણાં ઝાડ હતાં. સમય જતાં ગામની સગવડ માટે સરકાર શ્રી ના આદેશ મુજબ એક ગામથી બીજા ગામને જોડતો રસ્તો બનાવવાનું નક્કી કર્યું. રસ્તો બે ખેતરો વચ્ચેથી નીકળતો હતો .બાજુના એક ઝાડ પર ખિસકોલી રહેતી હતી. તો તેની સામે બીજી બાજુના ઝાડ પર બીજી ખિસકોલી રહેતી હતી. સડક બનતી હોવાથી ઘણાં દિવસ પછી એક ખિસકોલી બીજી ખિસકોલી ને મળવા જતી હતી. અચાનક જ કાર આવી ગઇ ! ખિસકોલી ટાયર નીચે આવી જતાં કચડાઈ ગઈ .કાર તો જતી રહી .થોડીવારમાં પેલા સામેના ઝાડવાળી ખિસકોલી ત્યાં આવી .એણે જોયું તો પોતાની મિત્ર ખિસકોલી મરી ગઈ હતી. ખિસકોલી બિચારી શું કરે ? કોને કહે ? કોને ફરિયાદ કરે ? કયા શબ્દોમાં સમજાવે ? કેવી રીતે ગાડીનો નંબર લે ? કેવી રીતે મેડીકલેઇમ પાસ કરાવવો વગેરે વિચારતી હશે ? નોંધ---આ જગ્યાએ કોઈ માણસ મૃત્યુ પામ્યો હોય તો ? ઉપરના તમામ સવાલોના જવાબ કદાચ મળી પણ જાય ! સંવેદના--બીજાની વેદના એટલે કે દુઃખ ને સમજો .પોતાની જાતને બીજાના દુઃખ ની સાથે તમે એ સ્ટેજ પર ઊભા રહી વિચારો તો તે સંવેદના છે.મૂંગા પશુ, પંખીની વેદના સમજો અને વિચારો....રામજીભાઈ રોટાતર ટોકરીયા પ્રાથમિક શાળા

No comments:

Post a Comment