સમૂહકાર્ય ---૧
એકમ ----૧૭
ધોરણ ---૨
વાર્તા ---ચાલાક ગધેડું
મોતીપુરા નામનું એક નાનકડું ગામ .આ ગામમાં
રામુ નામનો એક માણસ રહે ..તેની પાસે એક ગધેડું હતું .રામુ દરરોજ ગધેડાની પીઠ પર મીઠાની
બોરીઓ મૂકી બજારમાં લઇ જતો .રસ્તામાં આવે એક નદી .આ નદી ઓળંગી રામુ અને ગધેડું બજારમાં
જાય .
એક દિવસ નદી પસાર કરતાં ગધેડું લપસીને
નદીના પાણીમાં પડી ગયું .જયારે તે ઊભુ થયું ત્યારે તેને મીઠાની બોરી હલકી લાગી .આથી
ગધેડું ખૂબ જ ખુશ થયું અને તેને પીઠ પરથી ભાર ઓછો કરવાની યુક્તિ મળી ગઈ .તેણે ફરીવાર
નદી ઓળંગવાની થાય ત્યારે પાણીમાં ડૂબકી મારવાનું નક્કી કર્યું .
પછી તો ગધેડું દરરોજ પોતાની યુક્તિ
પ્રમાણે નદીના પાણીમાં ડૂબકી મારે અને પોતાની પીઠ પરનું વજન ઓછુ કરે .
એક દિવસ રામુને ગધેડાની ચાલાકી સમજાઇ
ગઈ ,આથી તેણે બોરીમાં મીઠાને બદલે ઊંન ભરી દીધું .ગધેડું તો દરરોજની
જેમ જ ખુશ થતું નદીના પાણીમાં ડૂબકી મારવા લાગ્યું .પણ જયારે તે ઊભું થયું ત્યારે તેની
પીઠ પરનું વજન ખૂબ વધી ગયું .ગધેડું વજન ઊંચકીને માંડમાંડ ચાલી શક્યું .
આ દિવસથી ગધેડું નદીમાં ડૂબકી લગાવવાની ખો ભૂલી ગયું
.
સંકલન ---રામજીભાઈ હેમરાજભાઈ રોટાતર
ટોકરીયા પ્રાથમિક શાળા તા.પાલનપુર
તારીખ ----૧૧ -૫- ૨૦૨૦
No comments:
Post a Comment