Monday, 11 May 2020

અનન્ય નિષ્ઠા


                         અનન્ય નિષ્ઠા             
એકવાર મહાત્મા ગાંધીજી દક્ષિણ ભારત હિન્દી પ્રચાર સભાના પ્રમુખ તરીકે મદ્રાસ ગયા હતા .શ્રી મહાદેવભાઈ દેસાઈ પણ એમની સાથે હતા .મદ્રાસથી ફરતી વખતે શ્રી રમણ મહર્ષિની વાત નીકળી .શ્રી રાજેન્દ્રપ્રસાદ અને શ્રી જમનાલાલજી બજાજ શ્રી રમણ મહર્ષિના આશ્રમમાં જઈ આવ્યા હતા .તેઓએ બાપુજીને મહર્ષિની ઉગ્ર તપસ્યાના પ્રભાવન વાતો કરી
       મદ્રાસથી આવતાં રસ્તામાં બેઝવાડા સ્ટેશન આવે છે .ત્યાંથી ગાડી બદલીને તિરુવણમલૈ જવાય છે .ત્યાં શ્રી રમણ મહર્ષિનો આશ્રમ છે .બાપુજીએ મહાદેવભાઈને કહ્યું ;"મહાદેવ આશ્રમ રસ્તામાં આવે છે ,માટે એક વાર એ આશ્રમનાં દર્શન તો કરી આવો ."
          મહાદેવભાઈ તો તૈયારી કરવા લાગ્યા .એમનાપુત્ર નારાયણે તો ઉમંગમાં આવી જઈ બિસ્તરો પણ બાંધી દીધો ! બાપુ કહે ; '' મહાદેવ તમને ત્યાં ગમી જાય તો બે -ત્રણ મહિના રહેજો .'
      મહાદેવભાઈ તો તરત જ બિસ્તરો છોડી નાખ્યો અને તેઓ બાપુને કહેવા લાગ્યા ;"બાપુ ,મારે નથી જવું ! ''
      બાપુએ પૂછ્યું ;"કેમ ,એકાએક તમને શું થઇ ગયું ? "
        મહાદેવભાઈ કહે : " બાપુ મારે એક સ્વામી બસ છે ,બીજા નથી કરવા ! ''
  {   પચાસ પ્રેરક પ્રસંગો   } માંથી  સાભાર  ------મુકુલભાઈ કલાર્થી
        સંકલન ----રામજીભાઈ હેમરાજભાઈ રોટાતર


No comments:

Post a Comment