Pages

Sunday, 1 September 2024

મંકી પોક્સ

બાળકોને મંકીપોક્સની ત્વરિત સારવાર જરૂરી

ક્રીપોક્સ રોગ મંકીપૉક્સ વાઈરસને કારણે થાય બી છે; જેનો ઉદભવ Paxviridae ફેમિલીના orthopoxvinus genusમાંથી થયો હતો. માનવજાતિમાં મંકીપોક્સના રોગની શરૂઆત સૌ પ્રથમ ૧૯૭૦માં આફ્રિકા દેશમાં થઈ હતી. મંકીપોક્સનાં લક્ષણો સામાન્ય રીતે રથી ૪ અઠવાડિયાં સુધી સો છે અને ત્યારબાદ જાને રિકવરી આવે છે. ગંભીર પ્રકારનાં લક્ષણો પણ જોવા મળે છે, પરંતુ તેનું પ્રમાણ ઓછું છે. મૃત્યુનું પ્રમાણ ૩થી ૬% જેટલું છે.

મેકીપોક્સને ૨૩ જુલાઈ, ૨૦૨૨ના રોજ WHO દ્વારા ઈન્ટરનેશનલ પબ્લિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. અત્યારે દુનિયાના લગભગ ૮૨ દેશોમાં મંકીપોક્સ ફેલાયેલો છે અને અત્યારે દુનિયામાં લગભગ ૩૨,૦૦0 દર્દીઓ મંકીપોક્સનો શિકાર બન્યા છે. અમેરિકામાં અત્યારે લગભગ ૯૫૦૦ દર્દી છે. મંકીપોક્સના દર્દી બાળકો અત્યારે
અમેરિકા, બ્રાઝિલમાં જોવા મળ્યા છે. * મંકીપોક્સનો ફેલાવો માણસોમાં સંક્રમિત પ્રાણી, વસ્તુના સંપર્કમાં આવવાથી થાય છે.

• મંકીપોક્સના રોગનું પ્રમાણ આફ્રિકાના જંગલ પ્રદેશમાં વધારે જોવા મળે છે તે એક વાઈરલ ગુનોટિક રોગ છે. • ગંભીર પ્રકારનો મંકીપોક્સ ૮ વર્ષથી નીચેની ઉંમરના બાળકોમાં, રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી
વ્યક્તિઓમાં (એચઆઈવી ગ્રસ્ત) અને પ્રેગ્નન્ટ મધરમાં વધારે જોવા મળે છે.

• મંકીપોક્સનાં લક્ષણો અને સ્મોલપોક્સ (શીતળા)નાં લક્ષણો લગભગ સરખાં હોય છે. મંકીપોક્સ વાઈરસના ચેપનો ફેલાવો સ્મોલ પોક્સ (શીતળા) કરતાં ઓછો થાય છે અને રોગની ગંભીરતાનું પ્રમાણ પણ ઓછું હોય છે.

• મંકીપોક્સમાં સામાન્ય રીતે તાવ, ફોલ્લી, લસિકાગાંઠોમાં સોજો જેવાં લક્ષણોથી શરૂઆત થાય છે.

. JYNNOES અને LC16ms નામની મંકપોક્સની બે રસી અત્યારે અમેરિકા, જાપાન તથા યુરોપના દેશોમાં ઉપલબ્ધ છે.

મંકીપોક્સ વાઈરસ્સનો ફેલાવો કઈ રીતે થાય છે?

• મંકીપોક્સ વાઈરસનો ચેપ-સંક્રમિત પ્રાણીમાંથી પણ મનુષ્યમાં સંપર્કમાં આવવાથી થાય છે.

• મંકીપોક્સનો ચેપ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સામાન્ય રીતે સીધા સંપર્કથી (Physical direct contact) થી વધારે પ્રમાણમાં થાય છે. જેમ કે, દર્દીની ફોલ્લીઓ/ચાંદાંના સંપર્કમાં આવવાથી દર્દી સાથે

સેક્સ્યુઅલ સંપર્કથી. • દર્દીના કપડા, ચાદરના સંપર્કથી.

• દર્દીની છીંક/ખાંસી/બોલવાથી આમાં ઊડતા સ્ત્રાવના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી

. મંકીપોક્સના દર્દી તેની ચામડીમાં થયેલી ફોલ્લીમાંથી ભીંગડાં થઈને ખરી જાય અને ચામડીમાં સંપૂર્ણપણે રૂઝ આવી જાય ત્યાં સુધી બીજી વ્યક્તિને ચેપ ફેલાવી શકે છે.

કોમ્પ્લિકેશન્સ

• ગંભીર લક્ષણોનું પ્રમાણ બાળકોમાં ઓછું જોવા મળે છે
બાળકોમાં મંકીપોક્સનાં લક્ષણો

• મંકીપોક્સનાં લક્ષણો સામાન્ય રીતે તેના દર્દીના સંપર્કમાં આવ્યા પછી ૩થી ૨૧ દિવસ સુધીમાં જોવા મળે છે. બાળકોમાં શરૂઆતનાં લક્ષણોમાં

• તાવ, બેચેની, માથું દુખવું, થાક લાગવો, લસિકા ગાંઠોનો સોજો

• ખાંસી, ગળામાં દુખાવો ત્યારબાદ ફોલ્લીની શરૂઆત લાલ ચકામાંથી થાય છે ત્યારબાદ તેમાં પાણી/પરુ (vesicle/pustuler) ભરાવવાથી સોજો આવે છે.

• ફોલ્લીઓ બાળકોના મોઢા ઉપર, હથેળીમાં, પગનાં તળિયામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે ત્યારબાદ મોઢાની અંદર અને આંખમાં જોવા મળે છે.

ન્યુમોનિયા

એન્ફેલાઈટિસ

• આંખોમાં ઈન્ફેક્શન

• ૮ વર્ષથી નીચેની ઉંમરનાં બાળકોમાં ગંભીર પ્રકારનો મંકીપોક્સ થઈ શકે છે.

નિદાન

• જો કોઈ બાળક મંકીપોક્સના દર્દીઓનું પ્રમાણ વધારે હોય તેવા દેશમાં છેલ્લા ૨૧ દિવસમાં ટ્રાવલ હિસ્ટ્રી હોય: શરીર પર ચકામાં અને તેની સાથે નીચેનામાંથી કોઈ એક લક્ષણ હોય.

• લિમ્ફ નોડ્સમાં સોજો

• તાવ

* માથું/શરીર દુખવું • નબળાઈ

• ચોક્કસ નિદાન માટે કેટલાક ટેસ્ટ પણ કરાય છે. જેમ કે, મંકીપોક્સ વાઇરસના DNAનું ચોક્કસ નિદાન પીસીઆર અથવા સિક્વન્સિંગ ટેસ્ટ દ્વારા કરવામાં આવે છે.

સારવાર

• પ્રવાહી અને વિટામિન-સી વધારે લેવું. તાવ માટે પેરાસિટામોલની દવા લેવી. પોષણયુક્ત આહાર લેવો.

• "Tecovirimat' યુએસએમાં એર કંડિશનરનું નામ છે.

• મોટાભાગે બાળકોમાં ૨-૪ અઠવાડિયામાં તેની જાતે મંકીપોક્સમાંથી રિક્વરી આવી જાય છે. ગંભીર પ્રકારના રોગમાં જ હોસ્પિટલમાં સારવારની જરૂર પડે છે.

• મંઠીપોક્સમાં થતી ફોલ્લી જે રોગનો ફેલાવો કરે છે તેથી • બાળકની ફોલ્લીને ઢાંકી દેવી જોઈએ.

• બાળક તેની ફોલ્લી અને આંખને ખંજવાળે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ.

• કોઈ એક વ્યક્તિએ બાળકની સંભાળ રાખવી જોઈએ. જ્યારે ઘરના બાકીના સભ્યો અને પેટસ (પાલતુ પ્રાણી) ને દર્દીથી દૂર રાખવા.

• બાળકને ફોલ્લીમાંથી ભીંગડાં થઈને સંપૂર્ણ રૂઝ ન આવે ત્યાં સુધી આઈસોલેશનમાં રાખવું જરૂરી છે.

રોગને અટકાવવાના ઉપાયો

• મંકીપોક્સના સાબુ/પાણી કે સેનેટાઈઝરથી હાથ સાફ કરવા.

દર્દીને આઈસોલેશનમાં રાખવો.

• મંકી પોક્સના દર્દીને માસ્ક પહેરાવવું (બે વર્ષથી મોટી ઉંમરના બાળકથી) અને ચામડીની ફોલ્લીઓ ગાઉનથી

ઢાંકી દેવી. • બ્રેસ્ટ ફીડીંગ કરાવતી માતાને મંકીપોક્સનાં લક્ષણો હોય તો નવજાત શિશુને અલગ રૂમમાં રાખવું અને માતાનું ધાવણ

વાટકીમાં કાઢીને ચમચી વડે આપવું. MPOX (મંકી પોક્સ)

• September 2023थी clade-16 मंडीपोस वार्धरसची ઈન્ફેકશનના દર્દીઓ વધી રહ્યા છે.

• અત્યારે DR CONGO (આફીકા)માં ૧૫ વર્ષથી નીચેની ઉંમરના બાળકોમાં મંકીપોક્સના કેસ વધારે જોવા મળી

રહ્યા છે.

• ૨૦૨૪માં DR CONGOમાં ૧૬,૦૦૦થી વધારે દર્દીઓ અને ૫૦૦ મૃત્યુ મંકીપોક્સને લીધે થયા છે.

• સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓની ૨-૪ અઠવાડીયામાં જાતે રીકવરી આવી જાય છે.

રાસી (MPOX-રસી)

• ઓગસ્ટ, ૨૦૨૨થી CDC દ્વારા JYNNEOS Vaccine ની આપવાની મંજૂરી વધારે જોખમ હોય તેવા બાળકો અને મોટા લોકોમાં આપી શકાય છે. આ રસીના બે ડોઝ ચાર અઠવાડિયનાં સમયાંતરે આપવામાં આવે છે. વાદ રાખો, સારવાર કરતા રોગથી બચવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે.

No comments:

Post a Comment