Monday, 8 January 2024

શું હોય છે ડિસેલિનેશન ટેક્નોલોજી?લક્ષદ્વીપ એક ટાપુ છે અને ત્યાં પીવાના મીઠા પાણીની સમસ્યા છે. ઈઝરાયેલ પાસે સમુદ્રના ખારા પાણીને મીઠું બનાવવાની ટેક્નોલોજી છે. જેને ડિસેલિનેશન કહે છે. જે હેઠળ ખારા પાણીમાં રહેલા ખનિજો અને અન્ય અશુદ્ધિઓને અલગ કરીને પીવા યોગ્ય બનાવવામાં આવે છે. ઈઝરાયેલ પોતે પણ સમુદ્રથી ઘેરાયેલો છે અને ત્યાં પણ ભૂમિ રેતાળ છે આથી ત્યાં પણ પાણીની અછત છે. પરંતુ હવે તે સમુદ્રના ખારા પાણીને મીઠા પાણીમાં ફેરવવા માટે ડિસેલિનેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પોતાની જરૂરીયાતો પૂરી કરે છે. લક્ષદ્વીપમાં પર્યટનને પ્રોત્સાહન આપવાની દિશામાં ડિસેલિનેશન ટેક્નોલોજી ખુબ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

No comments:

Post a Comment