Friday, 1 December 2023

તમે ઘણી વખત ઘરે જ શેવિંગ કરતા હશો. દર વખતે સેવિંગ કરતા તમે એક ખાસ વાત નોટિસ કરી હશે કે કોઈપણ જગ્યાએથી કોઈપણ કંપનીની બ્લેડ વાપરો પરંતુ તે એક જ ડિઝાઈનની આવે છે.

તમે ઘણી વખત ઘરે જ શેવિંગ કરતા હશો. દર વખતે સેવિંગ કરતા તમે એક ખાસ વાત નોટિસ કરી હશે કે કોઈપણ જગ્યાએથી કોઈપણ કંપનીની બ્લેડ વાપરો પરંતુ તે એક જ ડિઝાઈનની આવે છે.
તમે કોઈપણ કંપનીની શેવિંગ બ્લેડ ખરીદી લો પરંતુ જ્યારે પેકેટ ખોલો ત્યારે તમને સમાન ડિઝાઇન દેખાશે. આવુ થવા પાછળ એક ખાસ કારણ છે.

દુનિયાભરમાં ઘણી બ્લેડ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે પરંતુ તમામ બ્લેડની ડિઝાઇન સમાન છે.સૌથી મહત્વની વાત એ છે કે આ ડિઝાઈન આજથી નહીં પરંતુ 1901થી ઉપયોગમાં લેવાઈ રહી છે.

જણાવી દઈએ કે, 1901માં પહેલીવાર એક કંપનીએ બ્લેડ ડિઝાઇન કરી હતી, તે સમયે તેનો આકાર આજના બ્લેડની ડિઝાઇન જેવો જ હતો.

જે કંપનીએ સૌપ્રથમ બ્લેડ બનાવી અને તેનું ઉત્પાદન કર્યું તે અન્ય કોઈ નહીં પણ જીલેટ કંપની હતી અને તેના સ્થાપક કિંગ કેપ જીલેટ હતા. જો કે, આજે જિલેટે શેવિંગ રેઝરની ડિઝાઇનમાં ઘણા ફેરફાર થયા છે.

શરૂઆતમાં જીલેટ કંપનીએ બ્લેડની પેટન્ટ મેળવી હતી. જો કે, પેટન્ટની મુદત પૂરી થયા પછી, બીજી ઘણી કંપનીઓએ બ્લેડનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું પરંતુ તમામ કંપનીઓએ જિલેટ કંપનીએ બનાવેલા આકારની જ બ્લેડ બનાવી.

એક જ ડિઝાઈનની બ્લેડ બનાવવા પાછળ અન્ય કંપનીઓની મજબૂરી એ હતી કે ઘણા વર્ષોથી માત્ર જિલેટ કંપની જ રેઝર બનાવતી હતી અને તેના દ્વારા બનાવેલા બ્લેડની સાઈઝ રેઝરમાં ફિટ થતી હતી. તેથી આ તમામ કંપનીઓએ એક જ ડિઝાઈનની બ્લેડ બનાવવાનું શરૂ કર્યુ.

આજે બ્લેડનો ઉપયોગ રેઝર કરતાં અસ્તરામાં વધુ થાય છે. જ્યારથી જિલેટે તેના અદ્યતન રેઝર્સને બજારમાં લોન્ચ કર્યા ત્યારથી પરંપરાગત રેઝરનો ઉપયોગ ઘટ્યો છે. આજે માર્કેટમાં તમને 10 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીના સ્માર્ટ રેઝર મળે છે.

By Desk Oneindia 

source: oneindia.com

No comments:

Post a Comment