જાણો સ્વાસ્થ્ય માટે કયુ મીઠું વધારે ફાયદકારક છે
હેલ્થ એક્સપર્ટનું માનીએ તો તમારે એકનું એક મીઠું ખાવું જોઇએ નહીં, આ માટે તમારે બદલવું જોઇએ. પિંક હિમાલયન સોલ્ટ હેલ્થ માટે સારામાં સારું માનવામાં આવે છે. કાળુ મીઠું ખાવાથી પેટ અને પાચનની સમસ્યા થતી નથી. આ સિવાય ટેબલ સોલ્ટ ખાવાથી શરીરમાં આયોડિનની ઉણપ પૂરી શકાય છે. આમ, તમે અલગ-અલગ પ્રકારે મીઠું ખાતા રહો. આમ કરવાથી શરીરમાં જરૂરી પોષક તત્વો મળી રહેશે. પરંતુ એક વાત યાદ રાખો કે તમે જે પણ મીઠું ખાઓ એ સિમીત માત્રામાં ખાઓ.
જાણો મીઠાના પ્રકાર વિશે
ટેબલ સોલ્ટ
મોટાભાગના લોકોના ઘરમાં આ મીઠાનો ઉપયોગ થતો હોય છે. આ કોમન સોલ્ટ છે જે જમીનમાંથી મળતા લવણીય તત્વો મળીને તૈયાર કરવામાં આવે છે. આ મીઠું સાફ કરીને આયોડિન મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે.
સિંધવ મીઠું
સામાન્ય રીતે વ્રત અને ઉપવાસમાં આ મીઠાનો ઉપયોગ થાય છે. આ મીઠાને શુદ્ધ માનવામાં આવે છે. આ મીઠાને હિમાલય તેમજ પિંક સોલ્ટ પણ કહેવામાં આવે છે.
કોશેર સોલ્ટ
આ મીઠાનો ઉપયોગ સામાન્ય રીતે નોનવેજ પર ઉપરથી નાખવા માટે થાય છે. આ મીઠું મોટુ હોય છે.
સમુદ્રી મીઠું
બીજા મીઠાની તુલનામાં આ મીઠું ચોખ્ખુ અને દાણાદાર હોય છે. આ મીઠામાં ઝિંક, પોટેશિયમ અને આયરનની માત્રા સારામાં સારી હોય છે.
સેલ્ટિક સોલ્ટ
ફ્રેન્ચમાં આ મીઠાને સેલ ગ્રીસ મીઠું પણ કહેવામાં આવે છે. ફિશ અને મીટ બનાવવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે.
ફ્લિઉર દે સેલ
સીફૂડ, ચોકલેટ, કેરેમલ અને નોનવેજ બનાવવા માટે આ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે.
કાળુ મીઠું
હિમાલયી વિસ્તારવામાં કાળુ મીઠું વધારે થાય છે. કાળુ મીઠું પાચન માટે સારામાં સારું હોય છે. અનેક પ્રકારની આર્યુવેદિક દવાઓમાં કાળા મીઠાનો ઉપયોગ થાય છે.
ફ્લેક સોલ્ટ
આ મીઠામાં ખનીજની માત્રા સારામાં સારી હોય છે. આ મીઠામાં પાતળુ લેયર તૈયાર થાય છે જેમાંથી સફેદ રંગનું મીઠું તૈયાર કરવામાં આવે છે.
બ્લેક હવાઇયન સોલ્ટ
આ મીઠામાં એક્ટીવેટેડ ચારકોલ હોવાને કારણે મીઠાનો કલર કાળા રંગનો હોય છે.
સ્મોક્ડ સોલ્ટ
આ મીઠાને લાકડીના ધુમડાથી સ્મોકી બનાવવામાં આવે છે. આ મીઠાને લગભગ 15 દિવસ સુધી આગના ધુમાડામાં રાખવામાં આવે છે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)