Pages

આ ગામના 20,000 યુવાનો છે ઈન્ડિયન આર્મીમાં જવાન, 15 હજાર તો રિટાયર્ડ આર્મી મેન

ગાજીપુરમાં ગહમર ગામમાં 15 હજારની નજીક રિટાયર્ડ ફોજી છે. તો વળી 42 ફૌજી એવા છે કે લેફ્ટિનેંટથી બ્રિગેડિયરની પોસ્ટ સુધી પહોંચ્યા છે. આ ગામમાં 35 લોકો આજે આર્મીમાં કર્નલના પદ પર છે. આખું ગામ 22 એરિયામાં વહેંચાયેલું છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, અહીંના દરેક એરિયાનું નામ કોઈ ફૌજીના નામ પર છે. ગામ જતાં ખબર પડશે કે અહીં દરેક યુવાનો ફૌજમાં જવાની તૈયારી કરી રહ્યો છે. કોઈ અક્સરસાઈઝ કરી રહ્યો છે, તો દોડવા જાય છે.

તૈયારી માટે બનાવ્યો છે 1600 મીટરનો ટ્રેક


ગામમાં 83 વર્ષના પહેલવાન બલી સિંહ રોજ મેદાન પર યુવાનોને ટ્રેનિંગ આપવા માટે પહોંચી જાય છે. તો વળી ગામના યુવાનો સવારે 4 વાગ્યે મેદાન પર પહોંચી જાય છે. ત્યાર બાદ 8 વાગ્યા સુધી ટ્રેનિંગ ચાલે છે. ગામની તૈયારીથી હિસાબથી મોટી મોટી હેલોઝન લાઈટ પણ લગાવી છે. સાંજે 6 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી ટ્રેનિંગ થાય છે. ગામના રિટાયર્ડ ફૌજીઓએ આવનારી પેઢી માટે ફૌજમાં ભરતી કરાવવા માટે મઠિયા નામના મેદાનમાં 1600 મીટરનો સ્પેશિયલ ટ્રેક બનાવ્યો છે. આ ટ્રેક પર જે યુવાનો દોડે છે. તેનું સેનામાં સિલેક્ટ થવાનું લગભગ નક્કી જ હોય છે. આ મેદાનમાં દોડેલા અત્યાર સુધીના 12 હજાર યુવાનો સેનામાં છે.

ચાંદીપુરા-- નાની માખીથી થતો મોટો રોગ

ચાંદીપુરા-- નાની માખીથી થતો મોટો રોગ 



ચાંદીપુરા વાઈરસ અત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં જોવા મળી રહ્યો છે. આજથી ૬૦ વર્ષ પહેલાં મહારાષ્ટ્રના વિદર્ભમાં એક દર્દીના લોહીમાંથી આઈસોલેટ થયો હતો. તે ચાંદીપુરા ગામનો વતની હતો, તેથી તેનું નામ ચાંદીપુરા વાઈરસ પડ્યું.

રોગનાં લક્ષણો

• તાવ, શરદી, ખાંસી, પેટમાં તીવ્ર દુખાવો, ઝાડા-ઊલટી, ખેંચ આવવી તથા બેભાન થઈ જવું.

• આ રોગ ખૂબ જ ઝડપથી શરીરમાં ફેલાય છે અને ઘણી વખત ફેફસાને પણ જકડી લે છે, જેથી દર્દીને વેન્ટિલેટર પર રાખવાની જરૂર પડી શકે છે.

• : માસથી ૧૪ વર્ષની ઉંમર સુધી આ રોગ બાળકોમાં થતો જોવા મળે છે, કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. પુખ્ત ઉમરની વ્યક્તિમાં ઓછો થાય છે.

સેન્ડ ફલાય માખીથી ફેલાય છે.
 આ વાઇરસ એક 'વેક્ટર' જે તે સેન્ડ લાય (Sand fty) જે એક જાતની માખી છે તેનાથી ફેલાય છે. જેનો રંગ ભૂખરો લાલ હોય છે. જે ભેજવાળા વાતાવરણ તથા ગંદકીમાં પેદા થાય છે કે રહે છે જેમ કે ગાય-ભેંસના વાડામાં જ્યાં છાણ વગેરે જેવી ગંદકી ફેલાયેલી હોય. શહેરનાં અંતરિયાળ વિસ્તારો જ્યાં ગંદકી વધારે હોય ત્યાં તે ફેલાય છે. ગ્રામ્ય વિસ્તારમાં એવા ઘરો કે જ્યાં ગાર-લીંપણથી દીવાલો બનાવેલી હોય તો તે દીવાલોમાં પડેલી તિરાડો કે નાના કાણાંઓમાં રહે છે.

સેન્ડ ફલાય ચાંદીપુરમ સિવાય કાલા આઝાર જેવા રોગોના ફેલાવા માટે પણ જવાબદાર છે. સેન્ડ ફ્લાય ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દીવાલમાં રહે છે. દીવાલોમાં પડેલી તિરાડોમાં પણ તે રહે છે. તે ઈંડા મૂકે છે. તેમાંથી મચ્છરની જેમ ઈયળ, કોશેટો અને તેમાંથી માખી બને છે. સેન્ડ ફ્લાય સામાન્ય રીતે જે માખી જોવા મળે છે તેના કરતાં ચાર ઘણી નાની હોય છે.

નિદાન કેવી રીતે કરી શકાય?

રોગોનાં લક્ષણો ઉપરથી નિદાન કરાય છે. જેમ કે, અન્ય વાઇરસના લક્ષણો હોય છે. દા.ત. શરદી, ખાંસી, તાવ, પેટમાં દુખાવો, ખેંચ વગેરે.


લેબોરેટરી જ્યાં આ વાઈરસનાં પરીક્ષણો થઈ શકે છે ત્યાં બ્લડ સેમ્પલ મોકલાવી તેને પારખી શકાય છે.

દાખલ કરીને સધન સારવાર આપવાની
જરૂર પડી શકે છે. આમાં જો સમયસર સારવાર ન કરવામાં આવે તો ૨૪થી ૪૮ કલાકમાં દર્દીનું મૃત્યુ નીપજી શકે છે જેથી રોગનાં જેવાં લક્ષણો જણાય તો તેની તુરંત સારવાર લેવી અત્યંત જરૂરી બની જાય છે.

રસી

ચાંદીપુરા વાયરસની રસી હજી સુધી શોધાઈ નથી.

રોગનું નિદાન

• આ રોગનું નિદાન RTPCR ટેસ્ટથી થઈ શકે છે તથા જો બાળકને ખેંચ આવતી હોયકે બેભાન થઈ ગયું હોય તો સી.એસ.એફ (CSF) ની તપાસ કરતાં તેનું નિદાન થઈ શકે.

સારવાર

* રોગનાં લક્ષણોની સારવાર જેમ કે, તાવ માટે પેરાસિટામોલ, ઝાડા માટે ઓઆરએસ અથવા આઈ.વી.ફ્લુયઈડસ ખેંચ માટે- ખેંચને શાંત પાડનારાં ઈંજેકશન.

• શ્વાસ લેવામાં તકલીફ માટે હોસ્પિટલમાં દાખલ કરી. ઓક્સિજન કે વેન્ટિલેટર તકેદારીની જરૂર પડી શકે.

• સૌથી વધારે ધ્યાન આપનારી બાબત એ છે કે આ રોગ ખૂબ જ ઝડપથી પ્રસરી શકે છે તથા મગજમાં ચેપ એટલે કે એનકેફેલાઈટીટી થાય, બાળક બેભાન થઈ શકે, વારંવાર ખેંચ આવે, આવાં સંજોગોમાં બાળકને આઈસીયુમાં દાખલ કરવો પડે.

બચવાના ઉપાય

* સેન્ડ ફ્લાયથી બચવા માટે ઘરની અંદરની અને બહારની દીવાલોમાં તિરાડો કે કાણાં હોય તો તે પુરાવી દેવા જોઈએ.

• ઘરમાં પૂરતો સૂર્યપ્રકાશ કે હવા-ઉજાસ આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

- બાળકોને દિવસે અને રાત્રે મચ્છરદાનીમાં સુવડાવાનો આગ્રહ રાખો.

* બાળકોને આખું શરીર ઢંકાય એવાં બાંયનાં વસ્ત્રો પહેરાવવાં અને ધૂળ-માર્ટી હોય ત્યાં રમવા દેવાં નહીં.

- પાણીનો ભરાવો રોકવો તથા સાફ સફાઈમાં ધ્યાન આપવું. મચ્છરોનો ઉપદ્રવ વધારે હોય તે વિસ્તારોમાં ઉઘાડા પગે ફરવું નહીં. જંતુનાશક દવાનો ઉપયોગ કરવો. ટૂંકમાં ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતી અત્યંત જરૂરી છે. --


રાજ્ય સરકાર દ્વારા એક શબ્દ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા એક શબ્દ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે 'ઠાકરડા' શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ શબ્દ પ્રયોગથી રાજ્યમાં 6 જ્ઞાતિઓ પર સીધી અસર થતી હોવાથી આ નિર્ણય લેવાયો છે. સાથો સાથ મહેસુલી રેકોર્ડ તથા પંચાયતી રેકોર્ડમાં શબ્દ દૂર કરવા તથા સંબોધિત ન કરવા પણ સૂચના આપવામાં આવી છે.

જુઓ પરિપત્ર

  
આ મુદ્દે સરકારને રજૂઆત મળી હતી

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રના આમુખમાં જણાવ્યું છે કેસ ગુજરાત સરકાર દ્વારા ભૂતપૂર્વ મજૂર, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગના ઠરાવથી કુલ-146 જાતિઓનો ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ યાદીમાં ક્રમાંક: 72 પર "ઠાકરડા, ઠાકોર, પાટણવાડીયા, ધારાળા, બારૈયા, બારીયા, પગી" જાતિનો સમાવેશ કરવામાં આવેલો છે. આ સમાજના લોકો "ઠાકરડા" શબ્દપ્રયોગથી અપમાન અને તિરસ્કારની લાગણી અનુભવતા હોવાની રજૂઆતો સરકારને મળી હતી.



"ઠાકરડા" શબ્દની જગ્યા "ઠાકોર" કરવાની સૂચના

પરિપત્રના ઠરાવામાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની યાદીમાં ક્રમાંક: 72 પર સમાવિષ્ટ "ઠાકરડા, ઠાકોર, પાટણવાડીયા, ધારાળા, બારૈયા, બારીયા, પગી" પૈકી "ઠાકરડા" શબ્દનો પ્રયોગ બંધ કરવાનું ઠરાવવામાં આવે છે. જેથી જ્યાં જાતિ તરીકે "ઠાકરડા" શબ્દનો ઉલ્લેખ થયો હોય ત્યાં બધે જ "ઠાકોર" સમજવું તેવી સ્પષ્ટતા કરવામાં આવે છે. આ જાતિના નાગરિકોએ તેમના બાળકોના શાળા પ્રવેશ વખતે જાતિ તરીકે "ઠાકરડા" લખાવ્યું હોય ત્યાં તથા મહેસૂલી રેકર્ડમાં પણ જ્યાં "ઠાકરડા" તરીકે ઉલ્લેખ થયેલ હોય તો તેના સ્થાને "ઠાકોર" સમજવાનું રહેશે. અર્થાત "ઠાકરડા" જાતિના નાગરિકોના શાળા છોડ્યાના પ્રમાણપત્ર (School Leaving Certificate)માં અથવા મહેસૂલી રેકર્ડમાં, પંચાયતી રેકર્ડમાં તથા અન્ય સરકારી રેકર્ડમાં ઠાકરડા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો પણ સંબંધિત ઈસમોને "ઠાકરડા" ના સ્થાને "ઠાકોર" તરીકેનું સંબોધન કરવા તથા આ સમુદાયના લોકોને મળવાપાત્ર જાતિના પ્રમાણપત્રમાં "ઠાકોર" શબ્દનો ઉલ્લેખ કરવાનું આથી ઠરાવવામાં આવે છે.

Tuesday, 23 July 2024

• 5 બોલર્સ જેમને કોઈ બેટ્સમેન સિક્સ ફટકારી શક્યો નથી• ઑસ્ટ્રેલિયાના મહાન ઓલરાઉન્ડર કીથ મિલરનો સમાવેશ• આ યાદીમાં એકપણ ભારતીય બોલરનો સમાવેશ થતો નથી

ડેરેક પ્રિંગલ

1975 ક્રિકેટ વર્લ્ડકપમાં પૂર્વ આફ્રિકાનું પ્રતિનિધિત્વ કરનાર ડોન પ્રિંગલના પુત્ર ડેરેક પ્રિંગલે તેની કારકિર્દીની શરૂઆત બેટ્સમેન તરીકે કરી હતી. પરંતુ, બાદમાં તે મીડિયમ પેસ બોલર બની ગયો. ડેરેક પ્રિંગલે ઈંગ્લેન્ડ માટે 30 ટેસ્ટ મેચ રમી હતી. જેમાં તેણે 35.70ની એવરેજથી 70 વિકેટ લીધી હતી. જો કે, ડેરેકનું નામ એવા બોલરોની યાદીમાં આવે છે જેમને કોઈ બેટ્સમેન સિક્સર ફટકારી શક્યો ન હતો.

મહમૂદ હુસૈન

મહમૂદ હુસૈન, જે 1952-53માં ભારત પ્રવાસે આવેલી પાકિસ્તાન ક્રિકેટ ટીમનો ભાગ હતો, તેણે આ સિરીઝની બીજી મેચ રમી અને 4 વિકેટ લીધી. આ મેચમાં પાકિસ્તાનની ટીમે એક ઇનિંગ અને 43 રને જીત મેળવી હતી. 27 ટેસ્ટ મેચોમાં 38.84ની એવરેજથી 68 વિકેટ લેનાર મહમૂદ પણ એવા બોલરોમાં આવે છે જેમની બોલિંગ પર કોઈ બેટ્સમેન બોલને સીધો સીધો બાઉન્ડ્રી લાઇન પર મોકલી શક્યો નથી.

મુદસ્સર નાઝ

અનુભવી પાકિસ્તાની ક્રિકેટર નઝર મોહમ્મદના પુત્ર મુદસ્સર નાઝે તેની કારકિર્દીમાં 76 ટેસ્ટ મેચ રમી હતી. તેના પિતાની જેમ તે પણ ઓપનિંગ બેટ્સમેન હતા. પરંતુ, બોલિંગમાં પણ તે કોઈથી ઓછો નહોતો. તેણે તેની ટેસ્ટ બોલિંગ કારકિર્દી દરમિયાન 66 વિકેટ લીધી હતી. મુદસ્સર નાઝનું નામ પણ એવા બોલરોની યાદીમાં સામેલ છે જેમણે ટેસ્ટ ક્રિકેટમાં બોલિંગ દરમિયાન ક્યારેય સિક્સર ફટકારી ન હતી.

નીલ હોક

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર નીલ હોકે વર્ષ 1963માં ઈંગ્લેન્ડ સામે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ દિગ્ગજ ખેલાડીએ પોતાની કારકિર્દીમાં 145 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. જો કે તેની ટેસ્ટ કારકિર્દી લાંબો સમય ટકી શકી નહીં. તેની 27 ટેસ્ટ મેચોમાં નીલ હોકે 29.41ની એવરેજથી 91 વિકેટ લીધી હતી. 25 ડિસેમ્બર 2000ના રોજ આ દુનિયામાંથી વિદાય લેનાર નીલ સામે કોઈ બેટ્સમેન સિક્સર મારી શક્યો ન હતો.

કીથ મિલર

ઑસ્ટ્રેલિયાના સર્વકાલીન મહાન ઓલરાઉન્ડર ગણાતા કીથ મિલરે વર્ષ 1946માં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. પોતાની ડેબ્યૂ મેચમાં તેણે 30 રન બનાવ્યા અને 2 વિકેટ પણ લીધી. તેણે પોતાની કારકિર્દીની 55 ટેસ્ટ મેચમાં 170 વિકેટ લીધી હતી. સાત વખત તેણે એક જ દાવમાં 5 વિકેટ લીધી અને એકવાર તેણે 10 વિકેટ લીધી. કીથ મિલરને ટેસ્ટ ક્રિકેટમાં ક્યારેય સિક્સર ફટકારી નથી.

સવાલ એ છે કે દેશની અર્થવ્યવસ્થા ટેક્સ વગર કેવી રીતે ચાલે? ચાલો જોઈએ આ દેશોની યાદી…

હવે સવાલ એ છે કે દેશની અર્થવ્યવસ્થા ટેક્સ વગર કેવી રીતે ચાલે? ચાલો જોઈએ આ દેશોની યાદી…

યુએઈ

દુનિયાના ડાયરેક્ટ ટેક્સ ફ્રી અર્થતંત્ર ધરાવતા દેશો પર નજર કરીએ તો યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ)નું નામ સૌથી પહેલા આવે છે. દેશમાં જનતા પાસેથી કોઈપણ પ્રકારનો વ્યક્તિગત ટેક્સ લેવામાં આવતો નથી. તેના બદલે, સરકાર VAT (મૂલ્યવર્ધિત કર) અને અન્ય શુલ્ક જેવા પરોક્ષ કર પર આધાર રાખે છે. તેલ અને પર્યટનને કારણે UAEની અર્થવ્યવસ્થા ખૂબ જ મજબૂત છે. આ કારણોસર UAEમાં લોકોને આવકવેરામાં રાહત આપવામાં આવી છે.

બહેરીન

બહેરીનનું નામ પણ ટેક્સ ફ્રી દેશોની યાદીમાં સામેલ છે અને આ દેશમાં પણ જનતા પાસેથી કોઈ ટેક્સ લેવામાં આવતો નથી. દુબઈની જેમ, દેશની સરકાર પણ મુખ્યત્વે પ્રત્યક્ષ કરને બદલે પરોક્ષ કર અને અન્ય ફરજો પર નિર્ભર છે. એવું માનવામાં આવે છે કે આ પદ્ધતિ દેશના નાના ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સ માટે ખૂબ જ અનુકૂળ સાબિત થાય છે અને તે અર્થતંત્રને પણ વેગ આપે છે.

કુવૈત

કુવૈત પણ કરમુક્ત દેશોની યાદીમાં સામેલ છે. અહીં કોઈ વ્યક્તિગત આવકવેરો નથી. દેશની અર્થવ્યવસ્થા, જે સંપૂર્ણપણે તેલની આવક પર આધારિત છે, તે લોકો પાસેથી ટેક્સ તરીકે એક પણ રૂપિયો વસૂલ્યા વિના ચાલે છે. વાસ્તવમાં, જો આપણે તેની પાછળના કારણો વિશે વાત કરીએ તો, કુવૈતની અર્થવ્યવસ્થાનો સૌથી મોટો હિસ્સો તેલની નિકાસથી આવે છે, જેના કારણે સરકારને ડાયરેક્ટ ટેક્સ લેવાની જરૂર નથી. આ મોડલ અપનાવ્યા પછી, કરમુક્ત દેશ હોવા છતાં, કુવૈત એક સમૃદ્ધ અર્થતંત્ર તરીકે ઉભરી આવ્યું છે.

સાઉદી આરબ

સાઉદી અરેબિયાએ પણ પોતાના લોકોને ટેક્સની જાળમાંથી સંપૂર્ણપણે મુક્ત રાખ્યા છે અને દેશમાં ડાયરેક્ટ ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો છે. મતલબ કે આ દેશમાં પણ લોકોએ તેમની આવકનો એક ભાગ પણ ટેક્સ તરીકે ખર્ચવો પડતો નથી. જો કે, આ દેશમાં પરોક્ષ કર પ્રણાલી પણ મજબૂત છે અને તેમાંથી મળતા નાણાંથી અર્થતંત્રને વેગ મળે છે અને તેની ગણના સમૃદ્ધ અર્થતંત્રોમાં પણ થાય છે.

બહામાસ

બહામાસ દેશ, જેને પ્રવાસીઓ માટે સ્વર્ગ કહેવામાં આવે છે, તે પશ્ચિમી ગોળાર્ધમાં આવે છે. આ દેશની ખાસ વાત એ છે કે અહીં રહેતા નાગરિકોને ઈન્કમ ટેક્સ ચૂકવવો પડતો નથી.

બ્રુનેઈ

તેલ સમૃદ્ધ બ્રુનેઇ ઇસ્લામિક કિંગડમ વિશ્વના દક્ષિણ પૂર્વ એશિયામાં સ્થિત છે. અહીં લોકોને કોઈપણ પ્રકારનો ઈન્કમ ટેક્સ ચૂકવવો પડતો નથી.

કેમેન ટાપુઓ

કેમેન ટાપુઓનો દેશ ઉત્તર અમેરિકા ખંડના કેરેબિયન પ્રદેશમાં આવે છે. પ્રવાસીઓ માટે પણ આ એક આકર્ષક સ્થળ છે અને ઘણા લોકો અહીં રજાઓ ગાળવા આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ દેશમાં કોઈએ ઈન્કમટેક્સ ભરવો પડતો નથી.

ઓમાન

બહેરીન અને કુવૈત ઉપરાંત ગલ્ફ દેશ ઓમાન પણ આ યાદીમાં સામેલ છે. જેઓ ઓમાનના નાગરિક છે તેમણે આવકવેરો ચૂકવવો પડતો નથી. તેનું કારણ ઓમાનનું મજબૂત તેલ અને ગેસ ક્ષેત્ર માનવામાં આવે છે.

કતાર

ઓમાન, બહેરીન અને કુવૈતની જેમ કતાર પણ આવી જ પરિસ્થિતિમાં છે. કતાર તેના તેલ ક્ષેત્રમાં પણ ખૂબ જ મજબૂત છે. આ દેશ ભલે નાનો છે પરંતુ અહીં રહેતા લોકો ખૂબ જ અમીર છે. અહીં પણ આવકવેરો લેવામાં આવતો નથી.

મોનાકો

મોનાકો યુરોપનો ખૂબ નાનો દેશ છે. આમ છતાં અહીંના નાગરિકો પાસેથી ક્યારેય આવકવેરો વસૂલવામાં આવતો નથી.

Monday, 15 July 2024

આજના મુખ્ય સમાચાર તા.૧૨/૭/૨૪#

આજના મુખ્ય સમાચાર
તા.૧૨/૭/૨૪

અગ્નિપથ યોજનાની ચર્ચા
વચ્ચે ગૃહ મંત્રાલયનો
મહત્વપૂર્ણ નિર્ણય
પૂર્વ અગ્નિ વીરોને અર્ધલશ્કરી
દળોમાં 10% અનામત

સીએસ તરીકે ઓળખાતું
રસાયણ ટિયર
ગેસ માં વપરાય છે.
જેને પાકિસ્તાન મોકલેલા
પ્રતિબંધિત રસાયણોના પીપ
તમિલનાડુના બંદરે જપ્ત

2023 -24 માટે ઈપીએફઓમાં
જમા રકમ પર 8.25% વ્યાજ મળશે
નાણામંત્રાલય વ્યાજદરમાં
વધારાને મંજૂરી આપી ગયા
વર્ષે 8.15 ટકા વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું

અધિકારીના" સરકારી" દાવાની
ચોમેર  ચર્ચા
ઉત્તર પ્રદેશના અલીગઢમાં
વાંદરા રૂપિયા 35 લાખની ખાંડ ખાઈ ગયા

મધ્યપ્રદેશની દસ ખાનગી
શાળાઓને રૂપિયા 65 કરોડની
ફી પરત કરવાનો આદેશ

ફાઇનલમાં અમદાવાદના
ત્રણ વિદ્યાર્થી દેશના ટોપ 50 માં
સીએ ફાઈનલ 19.28% રીઝલ્ટ
અમદાવાદની વિદ્યાર્થીની ટોપ 10 માં

નીટ -યુજી પેપર લીકમાં
માસ્ટરમાઈન્ડર રોકીની ધરપકડ
દસ દિવસની કસ્ટડી

ચંદ્રા બાબુની  ચીમકીની અસર
આંધ્રમાં 70000 કરોડની
રિફાઇનરી મંજૂર

ઉધાર માટે દુકાનદારની
જી હજૂરી બંધ
યુપીઆઈ હવે તમને
ક્રેડિટ ઉપલબ્ધ કરાવશે

ગ્રાહકને સીબીલ સ્કોરના
હિસાબે ક્રેડિટ લાઇન મળશે
ખર્ચ કરેલ રકમ પર વ્યાજ ચૂકવવાનું રહેશે

આજના મુખ્ય સમાચાર

આજના મુખ્ય સમાચાર 
તા.૧૩/૭/૨૪
  ૨૫ જૂન સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવાશે 

વિશ્વ આરોગ્ય સંગઠનની 
ચેતવણી હજી કોવિડ 19 નો 
અંત નથી આવ્યો, દર સપ્તાહે 1700 મૃત્યુ

ગુજરાતમાં ડેન્ગ્યુ ચિકનગુનિયાના
 કેસમાં 56% નો વધારો 

સરકારી શાળાના શિક્ષકોની મિલકત  
જાહેર કરવા અંગે પ્રથમવાર
 સત્તાવાર નિર્ણય
રાજ્યના અઢી લાખથી 
વધુ શિક્ષકોએ હવે સ્થાવર 
અને જંગમ મિલકત જાહેર કરવી પડશે

તારીખ 1- 4- 1978 પહેલાની એલસીને
 કારણે હવે નિમણૂકો અટકશે નહીં 
કાસ્ટ સર્ટિફિકેટ ચકાસણીમાં 
એલસીના વિકલ્પોમાં મહેસુલી 
દસ્તાવેજ ના પુરાવા માન્ય રહેશે 
પિતા સિવાયના પિતૃ પક્ષના 
આધારો સ્કૂલમાં દાખલ થયા ન 
હતા તેમને મોટી રાહત 

ભારતની વસ્તી 2060 ના પ્રારંભે 
1.7 અબજ થશે
ચીનની વસ્તી 2024 માં 141 
કરોડ છે તે 2054 માં ઘટીને 
121 કરોડ થશે અને 2100 
માં વધુ ઘટીને 63.3 કરોડ થશે યુએન નો રિપોર્ટ 

પાલનપુર ની ઐતિહાસિક
 મીઠીવાવનું નવીનીકરણ કરાશે 
જર્જરિત ઇમારતની પાસે 
કોઈએ બેસવું કે ઊભા રહેવું 
નહીં તેવું પુરાતત્વ વિભાગે ચેતવણી બોર્ડ લગાવ્યું 

અલ્હાબાદ હાઇકોર્ટ 12 
એસોસિયનનો ઠરાવ 
વકીલો જજો ને માઈ લોર્ડ કે 
યોર લોર્ડશિપ સંબોધવાનું બંધ કરે

વિશ્વાસમત હારી જતા નેપાળના 
વડાપ્રધાન પ્રચંડની સરકારનું પતન

ટેસ્ટ ઇતિહાસમાં ફાસ્ટ બોલર 
તરીકે સૌથી વધુ 704 વિકેટના 
રેકોર્ડ સાથે એન્ડરસન નિવૃત્ત

Sunday, 7 July 2024

આજના મુખ્ય સમાચાર તા.૧૮/૬/૨૪#

આજના મુખ્ય સમાચાર 
 તારીખ 18- 6- 2024

ડિજિટલ ઇન્ડિયામાં સાયબર 
ફ્રોડમાં સતત વધારો છેતરપિંડીની 
રકમ કેટલાક રાજ્યોના 
બજેટ કરતાં વધુ 
સાયબર આતંક ભારતીઓને 
રૂપિયા 25,000 કરોડનો ફટકો 

મૃતકોના પરિવારને 10 લાખ 
રૂપિયાનો વળતર અપાશે
 કંચનજંગા એક્સપ્રેસને 
ગુડ્સ ટ્રેન પાછળથી અથડાતા નવના મોત 


વર્ષોથી ટેટ અને ટાઢ પાસ 
હજારો ઉમેદવારો દ્વારા 
કાયમી શિક્ષક ભરતીની માંગ
 સાથે આજે સરકાર સામે આંદોલન 

ગુજરાતની ટોપ ટેન APMCમાં 
કમાણી મામલે સુરત APMC
પહેલા ક્રમે ઊંજાનો બીજો નંબર

પશ્ચિમ બંગાળની ઘટના કંચનજંગા 
એક્સપ્રેસ ટ્રેન ઘૂસી ગઈ 
મૃતક ડ્રાઇવરને દોષ દેવાતા વિવાદ 
ઉભેલી પેસેન્જર ટ્રેન
 સાથે માલ ગાડી ટકરાઈ 15 ના મોત 

પાવાગઢમાં જૈન તીર્થંકરની
 મૂર્તિ ખંડિત કરાઈ જૈન 
સમાજ મચક નહીં આપવાના મૂડમાં 

ઓનલાઇન ઠગવા માટે ૩૦ 
હજારથી વધુ એપ્લિકેશન ધમધમે છે.

શાકભાજીના ભાવો આસમાને 
ડુંગળી અને બટાકા કિલોના 
15 થી સીધા જ રૂપિયા ૪૪ 

પાઠ્યપુસ્તકોમાં આ બંને 
શબ્દનો ઉપયોગ કરાશે,
 "ભારત," કે" ઇન્ડિયા" 
શબ્દના ઉપયોગમાં અમને કોઈ વાંધો નથી

પાઠ્યપુસ્તકોમાં "ભારત "INDIA "નો
 પરસ્પર ઉપયોગ કરી શકાય
 ચર્ચા અર્થહિન ---NCERT 
ઉચ્ચકક્ષાની સમિતિએ 
તમામ ત્રણ માટે પાઠ્યપુસ્તકોમાં
 'ભારત' શબ્દનો ઉપયોગ 
કરવા ભલામણ કરી છે.

દિલ્હી એરપોર્ટ પર અડધો 
કલાક લાઈટ પુરવઠો 
ખોરવાયો પ્રવાસીઓ પરેશાન