Monday, 30 September 2024
Sunday, 29 September 2024
Saturday, 28 September 2024
Friday, 27 September 2024
Thursday, 26 September 2024
Tuesday, 24 September 2024
Monday, 23 September 2024
Sunday, 22 September 2024
Saturday, 21 September 2024
Thursday, 19 September 2024
Wednesday, 18 September 2024
Tuesday, 17 September 2024
Monday, 16 September 2024
Saturday, 14 September 2024
જગતને જીવતું રાખનાર ઑક્સિજન
જગતને જીવતું રાખનાર વાયુ ઓક્સિજન
પૃથ્વી પરના પ્રાણીઓ શ્વાસ દ્વારા હવામાંથી ઓક્સિજન લઈને જીવે છે તે જાણીતી વાત છે અને એટલે જ તેને પ્રાણવાયુ પણ કહેવાય છે. પણ તમે જાણો છો કે આપણા શરીરનો સૌથી મોટો ઘટક પાણી પણ ઓક્સિજનના સંયોજનથી જ બનેલો છે. માણસો અને પ્રાણીઓ શ્વાસમાં ઓક્સિજન લઈ લે તો પછી વાતાવરણમાં ઓક્સિજન ખલાસ ન થઈ જાય ? પરંતુ કુદરતે તેનો ઉપાય પણ રાખ્યો છે. આપણે હવામાંથી ઓક્સિજન લઈ ઉચ્છવાસ દ્વારા
કાર્બન ડાયોક્સાઈડ બહાર કાઢીએ છીએ. વનસ્પતિ આ કાર્બન ડાયોક્સાઈડ લઇને ઓક્સિજન બહાર કાઢે છે. આમ વનસ્પતિ અને પ્રાણીઓના શ્વાચ્છવાસથી વાતાવરણમાં ઓક્સિજનનું ૨૦ ટકા પ્રમાણ જળવાઈ રહે છે. આ કુદરતી ચક્ર છે. આપણા શ્વાસ ઉપરાંત કોઈ ધાતુ ને કાટ લાગે કે કોઈ વસ્તુ સળગે ત્યારે પણ ઓક્સિજન વપરાય છે. વનસ્પતિ ઓક્સિજન બનાવે તે ઉપરાંત સૂર્યપ્રકાશથી વાતાવરણમાં રહેલી પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી થોડો ઓક્સિજન વાતાવરણમાં ઉમેરે છે.
ક્રૂડ ઓઇલમાંથી શું શું બને
ક્રુડમાંથી શું શું બને છે તે પણ જાણો
કડ એટલે જમીનમાંથી ! નીકળતુ કાળા રગડા જેવું તેલ. તેમાંથી પેટ્રોલ, ડિઝલ અને કેંરોસીન બને છે તે વાત જાણીતી છે. પરંતુ આપણા રોજીંદા ઉપયોગમાં આવી કેટલીક વસ્તુઓ પણ ક્રુડમાંથી જ બને છે. તે જાણી તમને નવાઈ લાગશે. કપડા ધોવા માટેનો ડિટર્જન્ટ પાવડર અને સાબુ ક્રુડમાંથી મળતા પેટ્રો કેમિકલ્સમાંથી જ બને છે. રીફાઈન્ડ થવાથી ક્રુડમાંથી અનેક પેટ્રો કેમિલ્સ છૂટા પડે છે. તેમાંથી રેસા પણ બને તેનો ઉપયોગ કાર્પેટ, પડદા. અને આ પડદા વોટરપ્રુફ હોય અને કરચલી પણ ન પડે તેવા સુંદર હોય છે. તમે નહિ માનો પણ કેટલીક
દવાઓ પણ પેટ્રોકેમિકલ્સમાંથી બને છે જો કે પુરાણા જમાનામાં પણ ક્રુડનો કેટલીક દવા તરીકે ઉપયોગ થતો હતો ક્રુડમાંથી ખાતર અને જંતુનાશક દવાઓ તો ઘણી બને છે. જો આ જંતુનાશક ન હોત તો આજે અનાજનું ઉત્પાદન અર્ધુ જ થઈ ગયું હોત.પ્લાસ્ટિકનો ઉપયોગ તો જાણીતો જ છે. તમામ જાતના પ્લાસ્ટિક પેટ્રોકેમિકલ્સમાંથી બને તે પ્રમાણે ઓઈલ પેઇન્ટ, શાહી રંગો તો ખરા જ.મીણબત્તી માટેનું મીણ, ડામર, કૃત્રિમ રબર, સિન્થેટિક કપડાં વગેરે હજારો ચીજો પેટ્રોકેમિકલ્સમાંથી બને છે. જગતના મોટા ભાગની ઉપયોગી વસ્તુઓ ક્રુડમાંથી બને છે.
pafin પફીન પંખી
રંગીન ચાંચવાળા પફીન
એટલાન્ટિક સમુદ્રમાં કિનારા પ્રદેશોમાં વૈવિધ્યસભર પક્ષીઓ જોવા મળે છે. પોપટ જેવા દેખાવનું રંગીન પફીન પણ તેમાનું એક છે. તેને દરિયાઈ પોપટ પણ કહે છે. શિયાળામાં ખૂબ જ વિશિષ્ટ છે. પોપટ જેવી અણીદાર અને લાલ ચાંચ ઋતુ પ્રમાણે રંગ બદલે છે. શિયાળામાં તે રાખોડી રંગની હોય છે. અને વસંત આવતાં જ આકર્ષક લાલ રંગની થઈ જાય છે. પફીન
૧૦ ઇંચ લાબુ હોય છે અને ૫૦૦ ગ્રામ જેટલું વજન ધરાવે છે. પફીન મોટે ભાગે સમુદ્રની સપાટી પર જ રહે છે. સમુદ્રમાં મોજા ઉપર તે આરામથી સ્થિર બેસી શકે છે. તે કુશળ તરવૈયા પણ છે. તરતી વખતે પાંખનો તે હલેસા તરીકે ઉપયોગ કરે છે. શિકાર કરવા માટે તે દરિયામાં ૨૦૦ ફીટ જેટલી ઊંડાઈએ ડૂબકી મારી શકે છે. જો કે તે ઊંડા સમુદ્રમાં માંડ પાંચ સેકન્ડ જ રહી શકે છે. પફીન માછલી અને નાના જળચર જીવોનો શિકાર કરે છે. પફીન ઊડવામાં ભારે ઝડપી છે. તે પોતાની પાંખો એક મિનિટમાં ૪૦૦ વખત ફફડાવીને કલાકના ८८ કિલોમીટરની ઝડપે ઊડી શકે છે. દુનિયાભરના ૬૦ ટકા જેટલા પફીન વસંત ૠતુમાં ઇંડા મૂકવા માટે ઉત્તર એટલાન્ટિકના આઈસલેન્ડ ખાતે એક સાથે સ્થળાંતર કરીને એકઠા થાય છે. તે ઊંચા ખડકો પર ઘાસ અને પીંછાનો માળો બનાવે છે...
Thursday, 12 September 2024
Wednesday, 11 September 2024
Tuesday, 10 September 2024
Sunday, 8 September 2024
Saturday, 7 September 2024
Friday, 6 September 2024
Thursday, 5 September 2024
Tuesday, 3 September 2024
Sunday, 1 September 2024
મંકી પોક્સ
બાળકોને મંકીપોક્સની ત્વરિત સારવાર જરૂરી
ક્રીપોક્સ રોગ મંકીપૉક્સ વાઈરસને કારણે થાય બી છે; જેનો ઉદભવ Paxviridae ફેમિલીના orthopoxvinus genusમાંથી થયો હતો. માનવજાતિમાં મંકીપોક્સના રોગની શરૂઆત સૌ પ્રથમ ૧૯૭૦માં આફ્રિકા દેશમાં થઈ હતી. મંકીપોક્સનાં લક્ષણો સામાન્ય રીતે રથી ૪ અઠવાડિયાં સુધી સો છે અને ત્યારબાદ જાને રિકવરી આવે છે. ગંભીર પ્રકારનાં લક્ષણો પણ જોવા મળે છે, પરંતુ તેનું પ્રમાણ ઓછું છે. મૃત્યુનું પ્રમાણ ૩થી ૬% જેટલું છે.
મેકીપોક્સને ૨૩ જુલાઈ, ૨૦૨૨ના રોજ WHO દ્વારા ઈન્ટરનેશનલ પબ્લિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. અત્યારે દુનિયાના લગભગ ૮૨ દેશોમાં મંકીપોક્સ ફેલાયેલો છે અને અત્યારે દુનિયામાં લગભગ ૩૨,૦૦0 દર્દીઓ મંકીપોક્સનો શિકાર બન્યા છે. અમેરિકામાં અત્યારે લગભગ ૯૫૦૦ દર્દી છે. મંકીપોક્સના દર્દી બાળકો અત્યારે
અમેરિકા, બ્રાઝિલમાં જોવા મળ્યા છે. * મંકીપોક્સનો ફેલાવો માણસોમાં સંક્રમિત પ્રાણી, વસ્તુના સંપર્કમાં આવવાથી થાય છે.
• મંકીપોક્સના રોગનું પ્રમાણ આફ્રિકાના જંગલ પ્રદેશમાં વધારે જોવા મળે છે તે એક વાઈરલ ગુનોટિક રોગ છે. • ગંભીર પ્રકારનો મંકીપોક્સ ૮ વર્ષથી નીચેની ઉંમરના બાળકોમાં, રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી
વ્યક્તિઓમાં (એચઆઈવી ગ્રસ્ત) અને પ્રેગ્નન્ટ મધરમાં વધારે જોવા મળે છે.
• મંકીપોક્સનાં લક્ષણો અને સ્મોલપોક્સ (શીતળા)નાં લક્ષણો લગભગ સરખાં હોય છે. મંકીપોક્સ વાઈરસના ચેપનો ફેલાવો સ્મોલ પોક્સ (શીતળા) કરતાં ઓછો થાય છે અને રોગની ગંભીરતાનું પ્રમાણ પણ ઓછું હોય છે.
• મંકીપોક્સમાં સામાન્ય રીતે તાવ, ફોલ્લી, લસિકાગાંઠોમાં સોજો જેવાં લક્ષણોથી શરૂઆત થાય છે.
. JYNNOES અને LC16ms નામની મંકપોક્સની બે રસી અત્યારે અમેરિકા, જાપાન તથા યુરોપના દેશોમાં ઉપલબ્ધ છે.
મંકીપોક્સ વાઈરસ્સનો ફેલાવો કઈ રીતે થાય છે?
• મંકીપોક્સ વાઈરસનો ચેપ-સંક્રમિત પ્રાણીમાંથી પણ મનુષ્યમાં સંપર્કમાં આવવાથી થાય છે.
• મંકીપોક્સનો ચેપ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સામાન્ય રીતે સીધા સંપર્કથી (Physical direct contact) થી વધારે પ્રમાણમાં થાય છે. જેમ કે, દર્દીની ફોલ્લીઓ/ચાંદાંના સંપર્કમાં આવવાથી દર્દી સાથે
સેક્સ્યુઅલ સંપર્કથી. • દર્દીના કપડા, ચાદરના સંપર્કથી.
• દર્દીની છીંક/ખાંસી/બોલવાથી આમાં ઊડતા સ્ત્રાવના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી
. મંકીપોક્સના દર્દી તેની ચામડીમાં થયેલી ફોલ્લીમાંથી ભીંગડાં થઈને ખરી જાય અને ચામડીમાં સંપૂર્ણપણે રૂઝ આવી જાય ત્યાં સુધી બીજી વ્યક્તિને ચેપ ફેલાવી શકે છે.
કોમ્પ્લિકેશન્સ
• ગંભીર લક્ષણોનું પ્રમાણ બાળકોમાં ઓછું જોવા મળે છે
બાળકોમાં મંકીપોક્સનાં લક્ષણો
• મંકીપોક્સનાં લક્ષણો સામાન્ય રીતે તેના દર્દીના સંપર્કમાં આવ્યા પછી ૩થી ૨૧ દિવસ સુધીમાં જોવા મળે છે. બાળકોમાં શરૂઆતનાં લક્ષણોમાં
• તાવ, બેચેની, માથું દુખવું, થાક લાગવો, લસિકા ગાંઠોનો સોજો
• ખાંસી, ગળામાં દુખાવો ત્યારબાદ ફોલ્લીની શરૂઆત લાલ ચકામાંથી થાય છે ત્યારબાદ તેમાં પાણી/પરુ (vesicle/pustuler) ભરાવવાથી સોજો આવે છે.
• ફોલ્લીઓ બાળકોના મોઢા ઉપર, હથેળીમાં, પગનાં તળિયામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે ત્યારબાદ મોઢાની અંદર અને આંખમાં જોવા મળે છે.
ન્યુમોનિયા
એન્ફેલાઈટિસ
• આંખોમાં ઈન્ફેક્શન
• ૮ વર્ષથી નીચેની ઉંમરનાં બાળકોમાં ગંભીર પ્રકારનો મંકીપોક્સ થઈ શકે છે.
નિદાન
• જો કોઈ બાળક મંકીપોક્સના દર્દીઓનું પ્રમાણ વધારે હોય તેવા દેશમાં છેલ્લા ૨૧ દિવસમાં ટ્રાવલ હિસ્ટ્રી હોય: શરીર પર ચકામાં અને તેની સાથે નીચેનામાંથી કોઈ એક લક્ષણ હોય.
• લિમ્ફ નોડ્સમાં સોજો
• તાવ
* માથું/શરીર દુખવું • નબળાઈ
• ચોક્કસ નિદાન માટે કેટલાક ટેસ્ટ પણ કરાય છે. જેમ કે, મંકીપોક્સ વાઇરસના DNAનું ચોક્કસ નિદાન પીસીઆર અથવા સિક્વન્સિંગ ટેસ્ટ દ્વારા કરવામાં આવે છે.
સારવાર
• પ્રવાહી અને વિટામિન-સી વધારે લેવું. તાવ માટે પેરાસિટામોલની દવા લેવી. પોષણયુક્ત આહાર લેવો.
• "Tecovirimat' યુએસએમાં એર કંડિશનરનું નામ છે.
• મોટાભાગે બાળકોમાં ૨-૪ અઠવાડિયામાં તેની જાતે મંકીપોક્સમાંથી રિક્વરી આવી જાય છે. ગંભીર પ્રકારના રોગમાં જ હોસ્પિટલમાં સારવારની જરૂર પડે છે.
• મંઠીપોક્સમાં થતી ફોલ્લી જે રોગનો ફેલાવો કરે છે તેથી • બાળકની ફોલ્લીને ઢાંકી દેવી જોઈએ.
• બાળક તેની ફોલ્લી અને આંખને ખંજવાળે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ.
• કોઈ એક વ્યક્તિએ બાળકની સંભાળ રાખવી જોઈએ. જ્યારે ઘરના બાકીના સભ્યો અને પેટસ (પાલતુ પ્રાણી) ને દર્દીથી દૂર રાખવા.
• બાળકને ફોલ્લીમાંથી ભીંગડાં થઈને સંપૂર્ણ રૂઝ ન આવે ત્યાં સુધી આઈસોલેશનમાં રાખવું જરૂરી છે.
રોગને અટકાવવાના ઉપાયો
• મંકીપોક્સના સાબુ/પાણી કે સેનેટાઈઝરથી હાથ સાફ કરવા.
દર્દીને આઈસોલેશનમાં રાખવો.
• મંકી પોક્સના દર્દીને માસ્ક પહેરાવવું (બે વર્ષથી મોટી ઉંમરના બાળકથી) અને ચામડીની ફોલ્લીઓ ગાઉનથી
ઢાંકી દેવી. • બ્રેસ્ટ ફીડીંગ કરાવતી માતાને મંકીપોક્સનાં લક્ષણો હોય તો નવજાત શિશુને અલગ રૂમમાં રાખવું અને માતાનું ધાવણ
વાટકીમાં કાઢીને ચમચી વડે આપવું. MPOX (મંકી પોક્સ)
• September 2023थी clade-16 मंडीपोस वार्धरसची ઈન્ફેકશનના દર્દીઓ વધી રહ્યા છે.
• અત્યારે DR CONGO (આફીકા)માં ૧૫ વર્ષથી નીચેની ઉંમરના બાળકોમાં મંકીપોક્સના કેસ વધારે જોવા મળી
રહ્યા છે.
• ૨૦૨૪માં DR CONGOમાં ૧૬,૦૦૦થી વધારે દર્દીઓ અને ૫૦૦ મૃત્યુ મંકીપોક્સને લીધે થયા છે.
• સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓની ૨-૪ અઠવાડીયામાં જાતે રીકવરી આવી જાય છે.
રાસી (MPOX-રસી)
• ઓગસ્ટ, ૨૦૨૨થી CDC દ્વારા JYNNEOS Vaccine ની આપવાની મંજૂરી વધારે જોખમ હોય તેવા બાળકો અને મોટા લોકોમાં આપી શકાય છે. આ રસીના બે ડોઝ ચાર અઠવાડિયનાં સમયાંતરે આપવામાં આવે છે. વાદ રાખો, સારવાર કરતા રોગથી બચવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે.
મંકીપોક્સ રોગ
આ એક મંકીપોક્સ નામના વાયરસ દ્વારા ફેલાતો રોગ છે જે સામાન્ય રીતે પશુઓથી માણસમાં ફેલાય છે. આ રોગ ખાસ કરીને વાંદરામાંથી માણસમાં ફેલાતો હોવાના કારણે એને મંકીપોક્સ નામે ઓળખવામાં આવે છે. હાલમાં WHO દ્વારા કલેડ વન (Clad 1) મંકીપોક્સનો ફેલાવો થઈ રહ્યો
હોવાનું જાહેર કર્યું છે જે ૨૦૨૨માં માર થયેલા ડલેડ ટુ પ્રકારના મંકીપોક્સ રો કરતા થોડોક જુદો છે. આ રોગ મુખ્યત્વે બાળકોને થાય છે અને કેટલાક કેસમાં ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. આફ્રિકાના કોંગો નામના દેશમાં અત્યારે આ રોગના ઘણા બધા - કેસ જોવા મળી રહ્યા છે અને આફ્રિકાની બહાર યુરોપમાં અને બીજા કેટલાક દેશોમાં આ રોગના કેસની શરૂઆત થઈ છે. -
મંકીપોક્સના લક્ષણો
આ રોગના લક્ષણો ચીકનપોક્સ એટલે કે અછબડા જેવા હોય છે પરંતુ તેના કરતાં આ રોગ થોડો વધારે ગંભીર હોય છે. ૧. તાવ સામાન્ય રીતે ૧૦૦ ડિગ્રી અથવા તેનાથી વધારે ૨. માથું દુખવું ૩. હાથ પગ
તૂટવા ખૂબ થાક લાગવો ૪. ચામડી પર અછબડા જેવી ફોલ્લીઓ થવી ૫. લસિકા ગ્રંથિ પર સોજો અથવા ગાંઠ થવી ૬. કેટલાક કેસમાં ન્યુમોનિયા જેવી અસર થવી અથવા મગજ પર તાવ ચડી જવો.
સામાન્ય રીતે આ લક્ષણો આ રોગના વ્યક્તિ સાથે સંપર્કમાં આવ્યા પછી ૪થી ૧૪ દિવસમાં થતા જોવા મળે છે અને કુલ બેથી ચાર અઠવાડિયા સુધી આ રોગના લક્ષણો
મંકીપોક્સ
આ રોગ કેવી રીતે ફેલાય છે
૧. વાંદરા અથવા વન્ય પ્રાણીઓના સંપર્કમાં આવવાથી
૨. જે વ્યક્તિને મંકીપોક્સ થયેલો હોય તેની સાથે સંપર્કમાં આવવાથી ખાસ કરીને ચામડી પર થયેલી ફોલ્લીઓ સાથે સંપર્કમાં આવવાથી અથવા પીડિત વ્યક્તિએ વાપરેલા કપડાં, ટુવાલ, ચાદર વગેરે સાથે સંપર્કમાં આવવાથી અને ક્યારેક જાતીય સંપર્કમાં આવવાથી. હાલમાં આફ્રિકામાં થયેલા મોટાભાગના કેસ જાતીય સંપર્કના લીધે થયેલા છે.
ચામડી પર કયા પ્રકારના ડાઘ પડે છે
સામાન્ય રીતે આ રોગમાં ચામડી પર અછબડાની જેમ નાના ગુમડા જેવી તકલીફ થાય છે. ત્યારબાદ તેમાં પાણી અથવા પરુ ભરાય છે. જો આ ગુમડા ફાટે તો તેમાંથી પરુ નીકળી શકે છે જે બીજાને ચેપ ફેલાવી શકે છે. આ પ્રકારની ચામડી પરની તકલીફ હાથે પગે અથવા શરીરના અલગ અલગ ભાગમાં થઈ શકે છે.
સારવાર
મોટાભાગના કેસમાં આ બીમારી Mild હોય છે અને બે થી ચાર અઠવાડિયામાં કોઈ પણ સારવાર વગર વ્યક્તિ સંપૂર્ણ રીતે સારી થઈ જાય છે. પરંતુ કેટલાક કેસમાં ખાસ કરીને બાળકોમાં આ બીમારી ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે અને વ્યક્તિને વધારે તાવ શ્વાસની તકલીફ વગેરે થઈ શકે છે. સંક્રમિત વ્યક્તિને અલગ રાખવાની સલાહ આપવામાં આવે છે અને રોગના લક્ષણો જેમ કે તાવ, માથું દુખવું એની દવા આપીને રાહત આપવામાં આવે છે. તાજેતરમાં Tecorimivat નામની દવા આ રોગ માટે અસરકારક છે તેવું પુરવાર થઈ રહ્યું છે.
આ રોગથી કેવી રીતે બચી શકાય
૧. સંક્રમિત વ્યક્તિથી દૂર રહેવું, તેના ચામડીની સાથે સંપર્કમાં ન આવવું અને નિયમિત હાથ ધોવા.
૨. સંક્રમિત વ્યક્તિ સાથે સંપર્ક થાય તો શીતળાની રસી લેવામાં આવે તો આ રોગથી મહદઅંશે બચી શકાય છે.
૩. જે લોકોએ ભૂતકાળમાં શીતળાની રસી લીધેલી હોય તેમને આ રોગ સામે થોડું ઘણું રક્ષણ મળે છે. પરંતુ રસી લીધેલી વ્યક્તિને પણ આ રોગ થઈ શકે છે.
કવિ કાલિદાસ
કવિ કાલિદાસ એટલે તો જ્ઞાનનો ભંડાર. માનવ જગતને જ્ઞાની થવું હોય તો કાલિદાસના સર્જનના ઘૂંટ તૃપ્ત ન થવાય ત્યાં સુધી પીવા પડે.તમારી રચનામાં અને વક્તવ્યમાં તેનો ઉલ્લેખ કરો તો બધા તમને અહોભાવથી જુએ. આવા કાલિદાસ એક વખત એક ગામ જતા હતા ત્યાં ભૂલા પડ્યા અને જંગલમાં અટવાઈ ગયા. નજીકમાં કોઈ ગામ દેખાય તે આશાએ કેટલાય માઈલ ચાલ્યા. ઉનાળાની ઋતુ હોઇ બળબળતી ગરમી અને તેમાં પણ ક્યારેય આટલું ચાલ્યા ન હોય એટલે શ્રમ પડ્યો હતો. ગળું સુકાઈ ગયું. પાણીની સખ્ત તરસ લાગી હતી.
એવામાં જંગલની મધ્યે એક સાવ લઘર વઘર વૃધ્ધા તેની ઝુંપડીમાં રોટલા ટીપતી જોઈ.
કાલિદાસનો શ્વાસ બેઠો. વૃધ્ધા પાસે કાલિદાસે પાણી માંગ્યું. વૃધ્ધા ઊભા થઈને પાણી લેવા ગયા. પ્યાલો અને માટીનો ઘડો લઈને કાલિદાસ તરફ તેઓ આવતા હતા ત્યાં સુધીની બે ત્રણ મિનિટમાં તો તેમણે આ વૃધ્ધા બાઈ વિશે કેટલું બધું વિચારી લીધું.જેમ કે 'આ વૃધ્ધા અને રાજ્યમાં તેના જવા લાખો ગરીબો અણઘડ અને અશિક્ષિત રહ્યા હશે.આ લોકો ભદ્ર અને સુસંસ્કૃત બને તે માટે રાજાને સૂચન કરીશ.' કાલિદાસે એ હદ સુધી વિચારી લીધું કે ‘આવા બધા અભણ લોકોના એવા કર્મો જ નહીં હોય કે મારી કૃતિઓનું રસપાન કરી શકે.
આ દરમ્યાન પેલી વૃદ્ધાએ પાણીનો પ્યાલો આપતાપૂછ્યું કે ‘તમારો પરિચય આપશો.?*
કાલિદાસે વિચાર્યું કે 'આ અભણ બાઈને કાલિદાસ તરીકે પરિચય આપવાનો શું અર્થ .. અને તેને મારું નામ અને પરિચય આપીશ તો પણ તે મને ઓળખી શકે નહી કે હુ કેવી હસ્તી છું.
મારી બેઠક કેવા કેવા વિદ્વાનો જોડે છે. વિદ્વાનોએ તુચ્છ લોકોને પરિચય આપવો ન જોઈએ કેમ કે ઓળખી જ ન શકે તો અપમાન જેવું લાગે.’
કાલિદાસ સ્વગત એમ પણ બોલે છે કે 'આ તો જંગલમાં ફસાયો છું અને તરસ્યો છું બાકી કોઈ ગામમાં હોત તો મારા જેવા જ્ઞાનશ્રેષ્ઠીને સોનાના પ્યાલામાં પાણી આપે.'
જ્યારે કોઈ ખૂબ શિક્ષિત કે જ્ઞાની વ્યક્તિ તેના કરતાં જેને તુચ્છ સમજતો હોય તેની દયા અને અનુકંપાને આધીન થઈ જાય તો તેનો અહંમ ઘવાતો હોય છે.
કાલિદાસે આવી મનોસ્થિતિ વચ્ચે નક્કી કરી લીધું કે વૃધ્ધાને મારો । પરિચય આપીશ તે નિરર્થક । છે. આથી વૃદ્ધાએ કાલિદાસને ! પાણીનો પ્યાલો આપતા પરિચય ! પૂછ્યો તે સાથે જ કાલિદાસે કહ્યું કે ‘હું એક પ્રવાસી છું અને જંગલમાં અટવાયો છું.’
તરત જ વૃદ્ધાએ કહ્યું કે 'તમે પ્રવાસી ન હોઈ શકો' કેમ કે પ્રવાસી તો બે જ હોઈ શકે. સૂર્ય અને ચંદ્ર, બંને રોજ ઉગે છે અને અસ્ત પામે છે તેમજ સતત ફરતા રહે છે. 'કાલિદાસને આવા વળતા બે પ્રતિભાવથી જરા અચરજ થયું અને એના તેમણે કહ્યું કે ‘અચ્છા તો હું પ્રવાસી નથી પણ તમારો મહેમાન છું તેમ માનો.’
હવે પેલી વૃધ્ધા કહે છે કે ‘ના, તમે મહેમાન પણ ન હોઈ શકો. હા માત્ર બે અવસ્થાને જ મહેમાનો કહી શકાય, યુવા અને સંપત્તિ કેમ કે બંને આપણા જીવનમાં કાયમી નથી રહી શકતી: તમે તેને લાખો વખત ૫ણ વિનંતી કરો, પ્રલોભનો આપો પણ તેઓને કાયમ ટકાવી ન જ શકો. જજ આમ આપણા જીવનના બે જ - મહેમાનો છે.'
કાલિદાસ આ વૃધ્ધા નું જ્ઞાન જોઈને હવે મુંઝાયા તેમને વૃધ્ધા પર થોડો ગુસ્સો આવ્યો પણ સંયમ રાખ્યો.
વૃધ્ધાએ પ્રશ્ન ફરી દોહરાવ્યો કે - ‘તો મહાશય તમે કોણ છો.?’
તે સાથે જ કાલિદાસથી બોલાઈ જવાયું કે 'હું એક સહનશીલ વ્યક્તિ છું.'
હવે વૃધ્ધાએ એમ કહ્યું કે ‘ના ..તમારો આ પરિચય પણ યોગ્ય ન ગણાય કેમ કે ભૂમિ અને વૃક્ષ સિવાય કોઈ સહનશીલ ન કહેવાય. આપણે ભૂમિને કેટલી કલુષિત કરીએ છીએ. નગરો વસાવવા તેનું ખોદકામ કરીએ છીએ. પેટાળ સુધી પહોંચી વિકાસ કરીએ છીએ. તેના પર દબાણ કરીએ છીએ અને ઉકરડા અને ગંદકીથી ખરડાવી દઈએ છીએ તો પણ તે આપણને આધાર આપી બોજ ઝીલતી જ રહે છે. તેવી જ રીતે વૃક્ષોનું છેદન નિર્દયતાથી કરતાં જ
રહીએ છીએ તો પણ તે ફળ અને છાંયડો કુહાડીના ઘા સહન કરવા છતાં આપતા જ રહે છે. બોલો મહાશય તમારી સહનશીલતા ધરતી અને વૃક્ષની તુલનામાં નજીક ફરકી શકે?’
વૃધ્ધાએ ફરી એ જ પ્રશ્ન કર્યો કે 'હા,તો મહાશય તમે કોણ છો?’
હવે કાલિદાસને પણ આ જ્ઞાન ગમ્મતમાં મજા પડવા લાગી. તેઓ ધરાર તેમનો પરિચય આપવા જ નહોતા માંગતા તેથી તેમણે કહ્યું કે
‘હું એક જક્કી અને જડ વ્યક્તિ છું.' વૃધ્ધા પાસે આનો પણ જવાબ તૈયાર હતો. વૃધ્ધાએ કહ્યું કે 'તમે જડ કે જક્કી પણ ન જ હોઈ શકો કેમ કે નખ અને વાળ એ બે જ જક્કી કહી શકાય કેમ કે તમે ગમે તેટલી વખત તેને કાપો તો ફરી ઉગી જ નીકળે છે.’
હવે કાલિદાસને ફરી પરિચય
પૂછવામાં આવે છે ત્યારે થોડા ઘમંડ મિશ્રિત ટોનમાં ઉત્તર આપે છે કે ‘તો બસ હું એક મૂર્ખ છું.’
વૃધ્ધા કાલિદાસ સ્તબ્ધ થઈ જાય તેમ કહે છ ‘ના તમે મૂર્ખ ન હોઇ શકો.બે જ વ્યક્તિ ખરા મૂર્ખ કહેવાય.એક તો દેશના રાજા એવા હોય કે જેની ક્ષમતા ન હોય અને શાસન કરતાં હોય અને બીજા મૂર્ખ એવા મંત્રી છે જે આવા રાજાની ખુશામત કરીને તેને એવા ભ્રમમાં
સતત રાખે છે કે તમે યુગપુરુષ છો.' કાલિદાસને હવે એહસાસ થાય છે કે જેને તેઓ તેના પહેરવેશ, જાતિ અને રહેણાંકને પાશ્ચાદમાં રાખીને તુચ્છ તરીકે મૂલવતા હતા તે વૃધ્ધાએ તેને જ્ઞાનની રીતે હરાવી દીધો છે.
કાલિદાસ વૃધ્ધાના ચરણોને સ્પર્શ કરી આશીર્વાદ અને માફી બંને માંગતા કહે છે કે 'મને માફ કરો માતા. મારા અહંકાર અને અજ્ઞાન
બદલ ભારે શરમ અનુભવું છું. મારા માટે દયા કરો અને પાણીનો પ્યાલો મને આપો.
કાલિદાસ આ વૃધ્ધાના ચરણોને સ્પર્શ કરીને માથું ઊંચું કરીને ઊભા થવા જાય છે ત્યાં તેના આશ્ચર્ય અને ધન્યતા વચ્ચે તે વૃધ્ધાની જગ્યાએ સાક્ષાત સરસ્વતી માતા જ તેને દર્શન આપવા ઊભા હોય છે.
સરસ્વતી માતા કાલિદાસને ઉપદેશ આપે છે કે ‘તે તારા જ્ઞાનથી મારું દિલ તો જીતી લીધું છે પણ હું તારા કેટલા લક્ષણથી ખૂબ ચિંતિત હતી અને તે છે તારો અહંકાર, ઘમંડ અને બીજાને મૂલવવાની તારી દ્રષ્ટિ. તારું તમામ જ્ઞાન જો તારામાં નમ્રતા અને માનવીય અભિગમ ન હોય તો નિરર્થક છે. તારું જ્ઞાન કોઈને ઉપયોગી તો ન થાય પણ અનર્થ સર્જે. જે જ્ઞાનથી તમારો અહંકાર વધુને વધુ પોષણ મેળવતો હોય તે
જ્ઞાન એકડા વગરના મીંડા જેવું છે.' સરસ્વતી માતા એમ પણ કહે છે
કે ‘શિક્ષણ, બુદ્ધિમતા, જાતિ, જ્ઞાતિ, રંગ અને ભદ્ર સમાજના માપદંડ સાથે બધી વ્યક્તિને મુલવવી ન જોઈએ. અહંકારી જ્ઞાની તો મોટી સંખ્યામાં છે પણ તેઓ આત્મ સાક્ષાત્કારની અવસ્થા ક્યારેય પામી ન શકે. તેઓ બધાના હૃદયમાં ક્યારેય ચિરંજીવ સ્થાન ધારણ ન કરી શકે. કાલિદાસ, તારે જ્ઞાની નહીં પૂર્ણ જ્ઞાની બનવાનું છે.'
કાલિદાસ ભાવાવેશમાં આવી રડવા માંડયા આજે તેમના નેત્રો નહીં દ્રષ્ટિ ખુલી ગઈ હતી.સરસ્વતી માતા અદ્રશ્ય થઈ ગયા. ઝૂંપડી નહોતી પણ પાણી ભરેલો પ્યાલો પડયો હતો. માતાજી એટલી તો તેના સાધકની કાળજી લે જ ને. કાલિદાસ તે પછી પૂર્ણ જ્ઞાની અને અમર બન્યા.કેમ કે તેમણે એવો વહેમ છોડી દીધો હતો કે તે જ શ્રેષ્ઠ છે.તેઓ માનતા હતા કે આપણા કરતાં પણ જ્ઞાની એવા લોકો હોઇ જ શકે કે જેઓ અજ્ઞાત છે આ ઉપરાંત શિક્ષિત અને જ્ઞાનીઓ જેઓને અણઘડ અને તુચ્છ માને છે તેઓ પણ વધુ જ્ઞાની હોઇ શકે છે.
આજે પણ શિક્ષિતો અને જ્ઞાનીઓની આવી સંકુચિત દ્રષ્ટિ છે જ. તેઓ સામેની પ્રત્યેક વ્યક્તિની મનોમન મુલવણી કરીને પોતે વધુ જ્ઞાની અને ભદ્ર છે તેમ ખ્યાલ બાંધી અહંકાર પોષે છે. પોતે ગુરુતા ગ્રંથિ સાથે જ ફરતા હોય છે. તેઓ પ્રત્યેક વ્યક્તિ પ્રમાણે ગુણને પારખવાની જગ્યાએ વ્યક્તિની જ્ઞાતિ, રંગ અને ગ્રામીણ બોલચાલ અને વેશપરિધાનના આધારે મંતવ્ય બાંધી લે છે. યાદ રહે આપત્તિના સમયે આવા લોકો જ અડધી રાત્રે વગર ઓળખાણે કામમાં લાગતા હોય છે. જાહેર માર્ગ પર અકસ્માત કે કુદરતી આપત્તિ વખતે જ્ઞાની, શિક્ષિતો કે સુંવાળી ચામડી ધરાવતા રાહત કાર્યોમાં જોવા નહીં મળે.હા, તેઓ દયા, અનુકંપા, કરુણા પર સંસ્કૃતમાં
શ્લોક પઠન કરીને સભા ગજુવી શકતા હશે પણ આ બધું જ્ઞાન હોવા છતાં આ તમામ જ્ઞાન આચરણમાં તો ઓછું ભણેલા કે કથા - ગીતા બોધ નહીં ધરાવનાર મૂકતા હોય છે.
પોતે સંજોગોવસાત ઓછો અભ્યાસ કરી શકેલ વ્યક્તિ આગળ જતા દેશ વિદેશમાં કરોડોની કમાણી કરીને તેમના વતન કે દેશમાં શાળા કે કોલેજ જ નહીં યુનિવર્સિટી નિર્માણ કરતું દાન આપે તે મહાન કે ૧૦૦૦ રૂપિયાનું પણ દાન ન કરનાર સાક્ષર જે વિદ્યાદાનના મહિમા પર વક્તવ્ય આપી તાળીઓ મેળવતો જ્ઞાની.
જ્ઞાનીને ઘેર અતિથિ આવે અને તેને માનભેર આવકાર ન આપે, ભોજન માટે પણ ન કહે તેવા જ્ઞાની પાસે 'અતિથિ દેવો ભવ:' પર બે કલાક ચાલે તેવી સ્ક્રિપ્ટ હોય છે. તેની સામે જંગલ કે ગામડામાં સાવ અજાણ્યા, નિરક્ષર જેવા તમને રોટલો શાક વગર જવા ન દે તે ખરા જ્ઞાની ન કહી શકાય?
તમે વિચારીને યાદી બનાવજો. તમારી મુશ્કેલ પળે તમારી મદદે બહુ શિક્ષિત કે જ્ઞાની આવ્યા છે કે સુખદ પળોમાં સમાજ જેને મનોમન સમાજ અશિક્ષિત, અસંસ્કારી કે તુચ્છ જેવી ગણતી હતી તે. શક્ય છે આવા લોકોએ જ તેમના સાહેબની, માલિકની, પાડોશીની શેઠની, અજાણ્યાની, સાથી કર્મચારીની મદદ કરી હોય છે.
વિશ્વ નાના માણસોની મોટી વાતોથી ચાલે છે તે યાદ રાખશો તો ઘમંડ ઓછો થઈ જશે.
કાલિદાસ પણ દ્રષ્ટિના શિકાર હતા અને જ્ઞાન પર ગ્રહણ હોય તેવી તેમની સ્થિતિ સરસ્વતી માતા પામી ગયા હતા. તે તેના વ્હાલા સંતાન એવા કાલિદાસને ઉગારવા માંગતા હતા તેથી વૃધ્ધાનો વેશ ધારણ કર્યો હતો.
આપણને પણ જીવન યાત્રામાં આપણી આંખ ઉઘાડવા માટે આવી વ્યક્તિઓ મળી જ જતી હોય છે.સાચું જ્ઞાન કોને કહેવાય તે જ્ઞાન જ ન હોય તેવું પણ બનતું જ હોય છે.
Subscribe to:
Posts (Atom)