Sunday, 26 April 2020

કર્તવ્ય


                           કર્તવ્ય
  દરિયામાં  એકાએક તોફાન શરૂ થયું. એક વહાણમાંથી  કેટલાંક માણસો ઊથલાઈને પાણીમાં પડી જઈ ડૂબવા લાગ્યાં .
    આ કરુણ દૃશ્ય જોઇ બધા માણસો ગભરાઈ ગયાં .પરંતુ એક ગુલામે પોતાના માલિકને નમન કરી અરજ કરી શેઠજી ,આપ આપ હુકમ આપો તો હમણાં આ ડૂબતા માણસો ને બચાવું ."
    શેઠ :"કહે આવા તોફાનમાં આ ખલાસીઓ કશું કરી શકે એમ નથી ,તો પછી તું શા માટે નાહક મરવાપડે છે ?
   પણ ગુલામે તો શેઠનું સાંભળ્યાં વિના તરત જ દરિયામાં ઝંપલાવ્યું .
 મહામહેનતે તેણે પાંચ માણસોને બહાર કાઢ્યાં .
આ જોઇને તેનો માલિક ખુશ થઈને બોલ્યો :" શાબાશ !શાબાશ ! જા આજથી તું છૂટ્ટો.હું તને ગુલામીમાંથી મુક્ત કરું છુ.હવે સાહસ મા કર ."
    પણ ગુલામ કહે :"અરે શેઠજી .મુક્તિની હમણાં વાત કેવી ? હજી પેલો એક માણસ પણે દૂર ડૂબકાં ખાઈ રહ્યો છે .એને બચાવું એટલે બસ ."
  એમ કહીને પેલા ગુલામે તોફાની પાણીમાં ઝંપલાવ્યું !
  સાભાર ---પચાસ પ્રેરક પ્રસંગો (પુસ્તકમાંથી )
    મુકુલભાઈ કલાર્થી
        સંકલન --રામજીભાઈ હેમરાજભાઈ રોટાતર

 




Tuesday, 21 April 2020

સ્વચ્છતાનો વિડિઓ

https://drive.google.com/file/d/1w5FQvLX-cHKvFVYBBMnUZ3Gvocv8GgSg/view?usp=drivesdk

પરમાત્મા ની જરૂર છે ?



             પરમાત્માની જરૂર છે ?
        ભગવાન બુદ્ધ એક ગામમાં આવ્યા હતા .એમને ગામના લોકો પોતાની સમસ્યાઓનું નિવારણ પૂછવા જતા હતા .એક વ્યકતિ બુદ્ધ .પાસે આવ્યો અને પૂછવા લાગ્યો :આપ ચાલીસ વર્ષોથી નિરંતર ગામે ગામ પરિભ્રમણ કરો છો ,તમારા ઉપદેશ થી કેટલા લોકો શાંત થયા ? કેટલાને મોક્ષ મળ્યો ?કેટલાનું નિર્વાણ થયું ?કોઈ હિસાબ એનો આપની પાસે છે ?
     એ વ્યક્તિ કઈક ગણતરીબાજ હશે એટલે એણે ગણતરીનો પ્રશ્ન પૂછ્યો .બુદ્ધે એને સાંજે મળવા માટે બોલાવ્યો .હું ગણતરી કરી રાખીશ પણ તારે એક નાનકડું કામ કરીને આવવાનું છે .એ કરી લાવશે તો તારા આ પ્રશ્નોના ઉતર આપીશ .પેલા વ્યક્તિ એ ખુશ થઈને કે "તમે કહો એ કામ કરી લાવીશ .શું કામ છે ? પણ મને સાંજે આપ જણાવો કે તમારા થાકી કેટલા લોકો મોક્ષને પામ્યા .કેટલાને પરમાત્માની ઉપલબ્ધિ થઇ ....જો એનો હિસાબ આપના પાસેથી મળે તો જ પછી મારી સાધના -યાત્રાનો આરંભ શક્ય બનશે ."
      બુદ્ધે એને એક કાગળ આપ્યો અને કહ્યું કે ગામના એકેએક વ્યક્તિને પૂછતા આવો કે એમની જિંદગીની આકાંક્ષા શું છે ? તેઓ તેઓ જીવનમાં શું ઝંખના રાખે છે ?એ નાનકડા ગામમાં પચાસ -સાઠ લોકોના ઝૂંપડા હતાં .પેલા ભાઈએ એક એક ઘર લઈને પૂછવાનું શરુ કર્યું .કોઈકે જણાવ્યું કે એમને ધનની જરૂર છે .કોઈ નિ:સંતાન હતું .એને દીકરો જોઈતો હતો .જેનાં લગ્ન થવાના બાકી હતા ,એવાએ પત્નીની આકાંક્ષા વ્યકત કરી .કોઈકે પોતાની લાંબી બીમારીમાંથી ત્વરિત છુટકારાની અપેક્ષા પ્રગટ કરી .કોઈક વૃદ્ધ મરણાવસ્થાને આરે હતો ,એણે વળી થોડાક વર્ષો જીવનમાં વધુ ઉમેરાઈ જાય એવી કામના વ્યકત કરી .
        આખું ગામ ફરીને એ સાંજે પાછો વળ્યો ત્યારે એને સહજ ચિંતા થઇ કે હવે જઈને બુદ્ધને શો જવાબ આપીશ ? કારણ કે એને પૂરો ખ્યાલ આવી ગયો હતો .બુદ્ધને એણે જ પ્રશ્ન પૂછ્યો હતો એનો જવાબ એને આપોઆપ જ મળી ગયો હતો .એને લાગ્યું કે બુદ્ધે સ્વયં એને પોતાના પ્રશ્નનો ઉત્તર આપી દીધો હતો .ગામમાંથી એક વ્યક્તિ એવો ન મળ્યો કે જેને શાંતિ જોઈતી હોય ......કોઈ પણ એવી વ્યક્તિ ન હતો કે જેને પરમાત્માની તલાશ હોય .કોઈને ય આનંદની શોધ ન હતી .
       બુદ્ધની સામે આવીને ઊભો રહ્યો ત્યારે એ મૂંઝવણમાં હતો .બુદ્ધે પૂછ્યું ...."લઈ આવ્યા તમે ....મારું કામ કરી આવ્યા ? પેલા વ્યક્તિએ ઉત્તર દીધો :લઇ તો આવ્યો છુ પણ કોઈ વ્યક્તિ એવો ન મળ્યો કે જેને શાંતિ જોઈએ .પરમાત્મા જોઈએ .....આનંદ જોઈએ .'
         બુદ્ધે એને કહ્યું :તારે શાંતિ જોઈએ છે ? તો અહી થોભી જા .રહી જા મારી સાથે પરમાત્મા જોઈતા હોય તો ......" પેલાએ કહ્યું :પરંતુ હું તો હજી યુવાન છું .હમણાં શાંતિ લઈને શું કરીશ ? થોડી ઉંમર થાય પછી આવીશ આપના ચરણોમાં .....હાલ તો સમય નથી .હમણાં તો જીવી લેવાનો સમય છે ."
     બુદ્ધે એને કહ્યું : "હવે પૂછવો છે પેલો સવાલ ? તારે પૂછવો છે મને પ્રશ્ન કે કેટલા લોકોને મેં શાંત કર્યા ? કેટલાને મોક્ષ અપાવ્યો .....કોણે કોણે પરમાત્માને ઉપલબ્ધ કરી લીધા ? "
      પેલાએ કહ્યું : "હવે મારે એ પ્રશ્ન પૂછવો નથી ...."
     સાભાર ----પ્રસંગપર્વ    સંપાદક ---ડો  દક્ષેશ ઠાકર
     રામજીભાઈ હેમરાજભાઈ રોટાતર





        

Monday, 20 April 2020

ભગવાન બુદ્ધ નો પ્રેરક પ્રસંગ


 જિંદગી મુક્ત છે .....


                   જિંદગી મુકત છે ..... 
      એક ગામની નદીના કિનારા પાસેથી ભગવાન બુદ્ધ પસાર થઇ રહ્યા હતા .બપોરનો આકરો તાપ હતો .કિનારાની રેતીમાં બુદ્ધ ચાલતા હતા અને પાછળ એમનાં પગલાં પડતાં જતાં હતાં .એમની પાછળ જયોતિષનું અભિમાન કરીને કાશીથી પરત થયો એક પંડિત ચાલી રહ્યો  હતો એ પોતાની સાથે જયોતિષશાસ્ત્રના કેટ કેટલાં દુર્લભ ગ્રંથો લઈને આવતો હતો .બાર બાર વર્ષો સુધી એણે વિદ્યાપીઠમાં જયોતિષીની વિદ્યામાં પારંગત થવા માટે તપશ્વર્યા  કરી હતી .
        પંડિત આવી રહ્યો હતો .એણે  બુદ્ધના ચરણોએ  રેતીમાં  આંકેલા પદચિન્હો  અવલોક્યા .એ ચોંકી ગયો .કારણ કે આ પદચિન્હો એવાં નિશાન ધરાવતા હતાં કે કોઈ ચક્રવર્તી સમ્રાટના પગમાં એ ચિન્હો હોય .જયોતિષનું શાસ્ત્ર એણે આત્મસાત કર્યું હતું એનો સંકેત હતો કે આ પદ્ચિહનો ધરાવતો વ્યકતિ કોઈ ચક્રવર્તી સમ્રાટ જ હોઈ શકે !  ભરબપોરે આકરા તડકામાં નાનકડા સામાન્ય ગામમાં સાધારણ નદીની રેતીમાં કોઈ ચક્રવર્તી સમ્રાટ ઊઘાડા પગે ચાલે ખરો ? કશીક ગરબડ જરૂર છે ! ચક્રવર્તી અને એક સામાન્ય ગામડામાં ? આવી ગંદકી ભરેલા કિનારા ની રેતીમાં ઊઘાડા પગે કોઈ ચક્રવર્તી સમ્રાટ ઘૂમતો હોય તો આ જયોતિષના દુર્લભ ગ્રંથોને નદીના પાણીમાં ડુબાવી જ દેવાના રહે :બાર વર્ષોનું અધ્યયન વ્યર્થ ગયું !’”આસપાસ જોઈ તો લઈએ કે કોઈ ચક્રવર્તી સમ્રાટ છે ખરા ? રેતીમાં પગલાં તાજાં છે .હમણાં જ પસાર થયા લાગે છે .”
     પગલાં ને આધારે ચાલતા ચાલતાં વૃક્ષની છાયા હેઠળ વિશ્રામ કરી રહેલાં બુદ્ધ સામે આવી ઊભો .વિશ્રામરત બુદ્ધના ચક્ષુ બંધ હતાં .પગ ટેકવ્યા હતા .પંડિતે પગનાં ચિન્હો નિહાળ્યા .મુસીબતમાં પડી ગયો .પાસે ભિક્ષાપાત્ર પડ્યું હતું જીર્ણ ફાટેલા વસ્ત્રો હતાં .ભિક્ષુક છે .ચક્રવર્તી હોય એ સંભવ નથી જ .પરંતુ દેદીપ્યમાન ચહેરો ચક્રવર્તી નો હોય એમ જણાય છે .એણે બુદ્ધને જગાડ્યા .પૂછ્યું :દુવિધામાં પડી ગયો છુ .બાર વર્ષના અધ્યયનની સઘળી મહેનત પાણીમાં જઈ રહી છે .આપ કોણ છો ? અહી શું કરી રહ્યા છો ? આપના પદ્ચિહનો જણાવે છે કે આપ ચક્રવર્તી સમ્રાટ છો ,તો આ  ભરબપોરે સાધારણ ગામની નદીની રેતીમાં શાને આવ્યા છો ? આપણા દરબારીઓ ,સાથીઓ મહેલના નિવાસીઓ કયાં ? આ વૃક્ષ નીચે એકલા શું કરી રહ્યા છો ? ફાટલા જીર્ણ વસ્ત્રો કેમ પહેર્યા છે ? આ કેવું નાટક છે ? ભિક્ષાનું પાત્ર શાને ધારણ કર્યું છે ? “
   બુદ્ધે જણાવ્યું “ભિક્ષુક  જ છુ .
 પંડિતે અચરજથી પૂછ્યું .”તો મારા જયોતિષના ગ્રંથો અને તપશ્વર્યા બેકાર ગયાં ?”
    બુધ્ધે કહ્યું ,”નહી .ગ્રંથો તમને કામ લાગશે .દુનિયાના અનેક મૃત લોકો પાસે જઈને એમનાં ચિહ્ન મેળવો તો મળી આવશે .પરંતુ જે જીવતા વ્યક્તિ છે .એમની રેખાઓગ્રંથો  સાથે મેળ  નહિ ખાય ..જિંદગી પર કોઈનું બંધન નથી .જિંદગી મુક્ત છે .એનું ભવિષ્ય ભાખવું વ્યર્થ છે .”
 સંપાદક –ડૉ .દક્ષેશ ઠાકર ના પુસ્તક (પ્રસંગપર્વ માંથી) સાભાર 
સંકલન કર્તા –રામજીભાઈ રોટાતર (બનાસકાંઠા )

શૈક્ષણિક સમાચાર



 પાલનપુર ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ ની મિટિંગ યોજાઈ। જેમાં પાલનપુર સર્કીટ હાઉસ ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ ના પ્રમુખ શ્રી રજનીકાંત કાપડિયા ના અધય્ક્ષ સ્થાને મિટિંગ યોજાઈ જેમાં બનાસકાંઠા જીલ્લામાંથી જુદા જુદા તાલુકાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા  

Thursday, 2 April 2020

jaruri numbers for gujrat s p

*F͟O͟W͟A͟R͟D͟E͟D͟ A͟S͟ R͟E͟C͟E͟I͟V͟E͟D*
મુખ્ય મંત્રી શ્રી રૂપાણી સાહેબની 
સુચનાથી ગુજરાતના તમામ જિલ્લાના S.P. ના મોબાઈલ નંબર જાહેર જનતા માટે આપવામાં આવેલા છે 

કોઈ પણ ડર  વગર તમે કોલ કરી શકો છો તમારી આસપાસ કે ગામ માં કે સિમ માં કોઈ પણ લોક ડાઉન પાલન ના કરે,કોઈ કાળા બજાર કરે,કોઈ મેડિકલ સારવાર ના મળે,કંઈ પણ મુશ્કેલી હોય ત્યારે 
"જિલ્લા પોલીસ અધિક્ષક" ને સીધો ફોન કરી શકો , 
તમારે તમારું નામ કહેવું ,કયા પોલીસ સ્ટેશન કે વિસ્તારનો મામલો છે અને ઘટનાની ટૂંકી વિગત કહેવી ,
આપ આ નંબરો પર whats app થી પણ ફરિયાદ કરી શકો છો
    DGP.   રાજ્યના મુખ્ય પોલીસ વડા
             મોબાઈલ નંબર 9978406287

1. અમદાવાદ રૂરલ એસ.પી.
9978406342

2. ખેડા એસ.પી. 9978405072

3. ગાંધીનગર એસ.પી. 9978405070

4. આણંદ એસ.પી. 9978405064

5. સાબરકાંઠા એસ.પી.
9978405081

6. અરવલ્લી ( મોડાસા ) એસ.પી. 
9978405978

7. મહેસાણા એસ.પી. 9978405074

8. વડોદરા રૂરલ એસ.પી.
9978406094

9. છોટા ઉદેપુર એસ.પી. 997840 5977

10. ભરૂચ એસ.પી. 9978405066

11. નર્મદા એસ.પી. 9978405076

12. ગોધરા એસ.પી.9978405077

13. મહીસાગર ( લુણાવાડા ) એસ.પી. 
9978405980

14. દાહોદ એસ.પી. 9978405068

15. સુરત રૂરલ એસ.પી.
9978405082

16. વલસાડ એસ.પી. 9978405085

17. નવસારી એસ.પી. 9978405075

18. આહવા , ડાંગ એસ.પી. 
9978405021 
9825373402

19. તાપી , વ્યારા એસ.પી. 9978405488

20. રાજકોટ રૂરલ એસ.પી. 9978405080

21. મોરબી એસ.પી. 9978405975

22. જામનગર એસ.પી. 9978405639

23. દેવ ભૂમિ દ્વારકા એસ.પી. 
9978405976

24. સુરેન્દ્રનગર એસ.પી. 9978405083

25. જૂનાગઢ એસ.પી. 9978405250

26. ગીર સોમનાથ ( વેરાવળ ) એસ.પી. 9978405974
9905025169

27. પોરબંદર એસ.પી. 9978405079
9099029615

28. ભાવનગર એસ.પી. 9978405067

29. બોટાદ એસ.પી. 9878405988

30. અમરેલી એસ.પી. 9978405063

31. કચ્છ , ભુજ એસ.પી. 9978405073

32. ગાંધીધામ કચ્છ ( પૂર્વ ) એસ.પી. 9978405690

33. બનાસકાંઠા એસ.પી.9978405056

34. પાટણ એસ.પી. 9978405078

35. બરોડા ( વેસ્ટર્ન રેલવે ) એસ.પી. 9978405047

36. અમદાવાદ વેસ્ટર્ન રેલવે એસ.પી. 9978405659
9825038111

26 મી જાન્યુઆરી

26  મી  જાન્યુઆરી ના નાટક  રાજા કરતાં મારી ટોપી સારી .મારા વર્ગ ના બાળકો ને ઇનામ મળતા તેમને પપ્રોત્સાહિત કરતાં   

માધ્યમિક અને ઉચ્તરમાધ્યમિક ના ધોરણ 9 અને 12 you tube વિડિઓ જૉવા બાબત પરિપત્ર

Wednesday, 1 April 2020

ઉપયોગી દવા જૂનાગઢ ના ડૉ ભાવેશ ટાંક .દ્વારા જનહિત માં જારી

*લાયન્સ ક્લબ જુનાગઢ ગિરનારના સભ્ય લાયન ડો. ભાવેશ ટાંક (શુભમ હોસ્પીટલ) દ્વારા ઉપયોગી માહિતી :-*

Doctor  પણ રજા પર હોય, દવાખાના બંધ હોય, તો હેરાન થવું પડે છે.મેડિકલ સ્ટોર પણ નજીકમાં ના હોય, તો આ સમસ્યાના નિરાકરણ માટે આપણી સાથે આવશ્યક અમુક દવા જો લઇ જઈએ કે રાખીએ, તો આપણે હેરાન થવું ના પડે અને તાત્કાલીક રાહત પણ મળી રહે. આ ઉદેશ્યથી અમુક પ્રાથમિક એલોપથી દવાનું આપને માર્ગદર્શન આપું છુ.
તો અમુક સામાન્ય રોગ અને એની દવાની માહિતી હું અહીંયા આપી રહ્યો છું.

◆ *શરદી થઈ હોય તો:*
Tab. Wicoryl -(10)
OR.
Tab. Diomanic DCA -(10)
(બપોરે-1,રાત્રે-1 ,જમી ને)

◆ *તાવ આવે તો:*
Tab.parcetamol tablet -(10)
OR.
Tab.calpol 500 -(10)
(બપોરે-1,રાત્રે-1 ,જમી ને)

◆ *ઉલ્ટી થતી હોય તો:*
Tab. Ondem 4mg -(5)
(જરૂર મુજબ લેવી)

◆ *પેટનો દુ:ખાવો થાય તો:*
Tab. Meftal spas -(5)
OR.
Tab.cyclopam-(5)
(જરૂર મુજબ લેવી)
 
◆ *ગેસ માટે:*
Cap. Omez-D-(10)
(1-સવારે, 1-સાંજે, ભૂખ્યા પેટે.)

◆ *એસિડિટી થઈ હોય તો :* 
Cap. CYRA-D -(10)
(1-સવારે, 1-સાંજે, ભૂખ્યા પેટે.)

◆ *હાથ, પગ, દાંત, માથાના દુખાવામાં રાહત માટે :*
Tab. Acenac-P -(10)
OR.
Tab.Hifenac-p -(10)
(બપોરે-1,રાત્રે-1 ,જમી ને)
નોંધઃ આ દવા જોડે એસિડિટીની દવા લેવી જેથી કરી એસિડિટીનો નાશ થાય.

◆ *સ્નાયુનો દુખાવો:*
Tab.Hifenac-MR -(10)
(બપોરે-1,રાત્રે-1 ,જમી ને)
નોંધઃ આ દવા જોડે એસિડિટીની દવા લેવી જેથી કરી એસિડિટીનો નાશ થાય.

◆ *પગના દુખાવા માટે  લગાવવા ની ટ્યુબ:*
Gel volini -(1)

◆ *એલર્જી , ખંજવાળ:*
Tab. L-Dio 1 -(10)
OR.
Tab.Lazine-(10)
(રાત્રે-1, જામી ને)

◆ *શ્વાસ માટે:*
Tab. Derephylin -(5)
(જરૂર મુજબ લેવી)

◆ *ચક્કર માટે:*
Tab. Stemetil 5mg -(5)
(જરૂર મુજબ લેવી)

◆ *ગભરામણ થતી હોય તો:*
Tab. Sorbitol 5mg -(5) ડોકટર ને પૂછી ને લેવી
(જરૂર મુજબ લેવી)

◆ *નાશ લેવાના પોપટા:*
Cap. Carvol plus -(5)
OR.
Cap.Airway-(5)
_(સૂંઘવા માટે)_
👆 _નોંધઃ આ દવા પીવા માટે નથી. શરદીમાં નાક બંધ થઈ ગયું હોય, તો રૂમાલમાં નાખી સૂંઘવા માટે છે._

◆ *સામાન્ય ઝાડા મટાડવા:*
Tab. Lopox -(10)
(જરૂર મુજબ લેવી)

◆ *પાણી જેવા ઝાડા /મરડો મટાડવા માટે :*
(Gestric  infection)
Tab. O2 -(10)
OR. 
Tab. Ornof -(10)
(બપોરે-1,રાત્રે-1 ,જમી ને)

◆ *કાકડા, ગાળાનું ઈન્ફેકશન*
(Antibiotic)
Tab. Zathrin 250 -(6)
OR.
Tab.Azee 500 -(3)
(1-સવારે, 1-સાંજે, ભૂખ્યા પેટે.)

◆ *મોઢું આવી ગયું હોય તો :*
(Mouth ulcer)
Tab. Folib plus -(10)
OR.
Tab.cobadex CZS -(10)
OR.
Tab.Fourtus B-(10)
(બપોરે 1 જમીને)

◆ *વાગ્યા પર લગાવવાની ટયુબ:*
Cream Betadin -(1)

◆ *મુસાફરીમાં ઉલ્ટીની તકલીફ માટે:*
Tab. Avomin -(10)
[ઘણા લોકોને બસની અથવા મુસાફરીની એલર્જી હોય છે. આવા વ્યક્તિને ચક્કર આવે અને પછી ઉલ્ટી થાય. એવું ના થાય એના માટે આ દવા પી ને પછી જ બસમાં બેસવું.】

*ખાસ નોંધ:* ઉપરોક્ત દવા દર્શાવેલ ડોઝ પ્રમાણે જ લેવી. કોઈ એક રોગ માટે જે દવા લખેલી છે, તે દવાના નીચે  ઓપ્શનના બ્રાન્ડ  નેમ આપ્યા છે. કોઈ એક જ બ્રાન્ડ લેવી.
આ દવા 18 થી 60 ની ઉંમર ની વ્યક્તિ માટે છે. આ દવા કાયમી ના લેવી. કામચલાઉ ઉપયોગ માટે જ છે.
*આપ કોઈ ભયંકર બીમારીથી પીડાતા હોવ, તો આ દવા તમારા ફેમિલી ડૉક્ટરને પૂછીને લેવી.*
             આ ઉપરાંત ફર્સ્ટ એઇડ બોક્સ જોડે રાખી શકાય, જેમાં થોડું  રૂ,  Betadin cream, જાળી વાળી પટ્ટી, ડેટોલ, બેન્ડ એઈડ, વગેરે રાખી શકા

*આ મેસેજ સાચવીને રાખશો. ખુબ જ ઉપયોગી છે. અને આપના દરેક સંપર્ક મા મોકલશોજી*

 *લાયન ડો. ભાવેશ ટાંક*

pasvadal કાર્યક્રમ