Saturday, 12 October 2019

Harivanshray Bachchan

हरिवंशराय बच्चन की कविता.......

ना दिवाली होती, और ना पठाखे बजते
ना ईद की अलामत, ना बकरे शहीद होते

तू भी इन्सान होता, मैं भी इन्सान होता,
…….काश कोई धर्म ना होता....
…….काश कोई मजहब ना होता....

ना अर्ध देते, ना स्नान होता
ना मुर्दे बहाए जाते, ना विसर्जन होता

जब भी प्यास लगती, नदीओं का पानी पीते
पेड़ों की छाव होती, नदीओं का गर्जन होता

ना भगवानों की लीला होती, ना अवतारों
का नाटक होता
ना देशों की सीमा होती , ना दिलों का
फाटक होता

ना कोई झुठा काजी होता, ना लफंगा साधु होता
ईन्सानीयत के दरबार मे, सबका भला होता

तू भी इन्सान होता, मैं भी इन्सान होता,
…….काश कोई धर्म ना होता.....
…….काश कोई मजहब ना होता....

कोई मस्जिद ना होती, कोई मंदिर ना होता
कोई दलित ना होता, कोई काफ़िर ना
होता

कोई बेबस ना होता, कोई बेघर ना होता
किसी के दर्द से कोई बेखबर ना होता

ना ही गीता होती , और ना कुरान होती,
ना ही अल्लाह होता, ना भगवान होता

तुझको जो जख्म होता, मेरा दिल तड़पता.
ना मैं हिन्दू होता, ना तू भी मुसलमान होता

तू भी इन्सान होता, मैं भी इन्सान होता।

*हरिवंशराय बच्चन*

Thursday, 5 September 2019

આજ નુ ચિતન

*શિક્ષક દિન વિશેષ..* 🎉🎊

*યુધ્ધ મોરચે જતાં રસ્તામાં ગાંડીતૂર નદી આવી ત્યારે ગુરૂ-શિષ્ય વચ્ચે પ્રથમ નદી કોણ પાર કરશે તે વિષે રકઝક થઈ. અંતે શિષ્યે એમ કહ્યું કે, “ગુરૂજી ! તમને કંઈ થઈ જશે તો હું બીજો તમારા જેવો ગુરૂ નહીં બનાવી શકું પરંતુ નદી ઓળંગતા કદાચ હું ન રહું તો આપ જેવા સમર્થ ગુરૂ મારા જેવા અનેક રાજાનું નિર્માણ કરી શકશે. માટે મારા દેશને આપ જેવા શિક્ષકની જરૂર હોવાથી પ્રથમ હું નદી પાર કરીશ.” આ ગુરૂ-શિષ્યની જોડી એટલે સિકંદર અને એરિસ્ટોટલ.... આ જ સિકંદર મહાને એકવાર કહેલું- “હું જીવું છું એ મારા માતા-પિતાને આભારી છે પણ હું સારી રીતે જીવું છું એ મારા શિક્ષકને આભારી છે.”*

*કેટલાંક માણસોને એવું કહેતા સાંભળ્યા છે કે, મારે આટલાં વર્ષ થઈ ગયાં મારે ક્યારેય ડોક્ટરની જરૂર પડી નથી. મારે પાયલોટની જરૂર પડી નથી, મારે બિલ્ડરની જરૂર પડી નથી, મારે વકીલની જરૂર પડી નથી, મારે પોલિસની જરૂર પડી નથી, મારે કોઈ રાજકારણીની જરૂર પડી નથી..... વગેરે વગેરે... કોઈ એમ કહેશે કે, મારે ક્યારેય શિક્ષકની જરૂર પડી નથી ???*

*આ પૃથ્વી ઉપર ભગવાન બાદ સૌથી વધુ ચમત્કાર શિક્ષકોએ કર્યાં છે !!! આ એક શિક્ષક કુમારી સુલિવાનની તાકાત છે કે દેખવાની, સાંભળવાની, બોલવાની શક્તિ ન ધરાવનાર બાળકીને “હેલન કેલર” તરીકે જગ મશહૂર કરી.  સંસારમાં માત્ર બે-પાંચ વ્યવસાય જ એવા છે કે જેમાં તમે પ્રત્યક્ષ રૂપે કોઈકની જિંદગીને સર્વોત્તમ બનાવી શકો છો. એ તમામ વ્યવસાયોમાં શિક્ષકનો વ્યવસાય સર્વશ્રેષ્ઠ છે.*
*જો કોઈને શિક્ષક ન હોવાથી કોઈ ફેર ન પડે, એમ માનવાની કલ્પના હોય તો એકવાર માત્ર પ્રયોગ માટે થઈને કોઈ ગામમાં માત્ર દસ વર્ષ માટે સ્કૂલ બંધ કરી દો. જુઓ પછી આવનાર પેઢીની દશા !!!*

*તમારી આજુબાજુ એકવાર ઝીણવટથી નજર કરીને કહો- તમારા બાળકમાં હાલ જે કંઈ સારા સંસ્કાર છે તે તેને ક્યાંથી મળ્યાં છે ? શું આ સંસ્કાર તમારા મોબાઈલ, ઈન્ટરનેટ, ટી.વી., પાડોશીઓ, મિત્રો, સગાં-વહાલાંએ આપ્યાં છે ? ભગવાન રુઠી જાય, દેવતા રુઠી જાય તો ગુરૂ તમારી રક્ષા કરે છે પણ ગુરૂ રુઠી જાય તો તમારી રક્ષા કોઈ કરી શકતું નથી.*

*એક શિક્ષકને કો’કે પુછ્યું કે, બે અને ત્રણ પાંચ જ કેમ થાય ? બે અને ત્રણ ચાર કે છ કેમ ન થાય ? શિક્ષક ગણિતજ્ઞની સાથે સાથે આધ્યાત્મિક પણ હોવો જોઈએ. શિક્ષકે સમજાવ્યું કે, ૨+૩=૫ જ કેમ થાય ? ૨+૩=૪ કે ૬ કેમ ન થાય ? કારણ કે આપણે કોઈની પાસેથી લઈએ તો ૨+૩=૫ની જગ્યાએ ૬ ન લઈ લઈએ અને કોઈને આપીએ ત્યારે ૨+૩=૪ ન આપીએ...એટલે બે અને ત્રણ પાંચ થાય !!! છે કોઈ નામાંકીત ચાર્ટડ એકાઉન્ટન્ટ પાસે આવો જવાબ .... શિષ્યની પાત્રતા અને શિક્ષકની કર્તવ્ય નિષ્ઠા ભળે છે ત્યારે-ત્યારે શ્રી કૃષ્ણ-સાંદિપની, દ્રોણ-અર્જુન, વશિષ્ઠ-શ્રીરામ, ગોખલે-ગાંધી, રમાકાંત આચરેકર-સચિન, હરિદાસ-તાનસેન, ચાણક્ય-ચંદ્રગુપ્ત મૌર્ય, રામકૃષ્ણ પરમહંસ-સ્વામી વિવેકાનંદ ઈતિહાસ સર્જે છે.*

*લોકલાડીલા અબ્દુલ કલામના શબ્દો હતાં- આ દેશને ભ્રષ્ટાચાર મુક્ત અને સુંદર મનવાળા લોકોનો દેશ ત્રણ જ વ્યક્તિ બનાવી શકે છે- માતા-પિતા અને શિક્ષક.... કોઈ સ્કૂલનું બહું મોટું નામ છે તો સમજો કે ત્યાંની બિલ્ડિંગ ફેસિલિટીના કારણે નહીં પણ ત્યાંના શિક્ષકોના કારણે તે સુવિખ્યાત છે.*

*એક સ્વરુચિ ભોજનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. તેમાં એક યુરોપીયને એમ કહીને ભારતીયોની હસી ઉડાવી કે, ભગવાન આપણને ખૂબ ચાહે છે એટલે આપણને સૌને ગોરી ચામડીના બનાવ્યાં. એક ભારતીય સમસમી ગયો. એ કાર્યક્રમમાં સ્ટેજ પર એનો બોલવાનો વારો આવ્યો. તે ભારતીયએ એક વાર્તા કહી, “ઈશ્વર એક વખત રોટલી બનાવવા બેઠા. પહેલી રોટલી બનાવી પણ તે કાચી રહી. એ સાવ ધોળી રહી. ઈશ્વર બીજી વાર ધ્યાન રાખીને રોટલી બનાવી. આ વખતે રોટલી વધારે શેકાઈ જવાથી કાળી થઈ ગઈ. બે વારના અનુભવ બાદ પ્રભુએ ખૂબ સાવચેતીથી ત્રીજી રોટલી શેકી. આ રોટલી  ના કાચી રહી કે ના બળી ગઈ. તે સરસ પાકેલી અને ખાવાલાયક બની. તે ઘઉંવર્ણી હતી. પેલા યુરોપિયનને તો કાપો તો લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ. આ ભારતીય સજ્જન એ તે બીજું કોઈ નહીં પણ જેની યાદમાં આપણે “શિક્ષક દિન” ઉજવીએ છીએ તે સર્વપલ્લી રાધાકૃષ્ણન હતાં.*

*શિક્ષક મિત્રોને એક વિનંતી – ગમે ત્યાંથી સમય કાઢીને ત્રણ પુસ્તકો વાંચજો- દિવાસ્વપ્ન, તો-તો ચાન અને સમર હિલ. રાજ કૌશિકનો એક શેર છે.*

*ઉસને જરૂર કીસી સે મહોબ્બત કી હોગી,*
*ક્યૂંકી વો બાત કરતે બાર-બાર રોતા !*

*શિક્ષકો પ્રત્યે લાગણી છે એટલે કહું છું, પોતાના વ્યવસાય પ્રત્યે સજાગ રહેજો. વાંચન-મનન-ચિંતન ચાલુ રાખજો. વર્ગમાં જાઓ ત્યારે હસતાં મોંએ જજો. જે શિક્ષક વિભુના વરદાન જેવાં માસૂમ બાળકોના વર્ગમાં ખુશ રહી શકતો નથી તેને સ્વર્ગ મળે તોય દુ:ખી જ રહેશે !!! ક્લાસરૂમને ખાસ-રૂમ બનાવી બાળદેવોની સેવા કરજો. શિક્ષક એટલે પરમાત્માનો સદભાવના દૂત. જગતને પાષાણયુગથી આર્ટીફીશિયલ ઈન્ટેલિજન્ટ્સ યુગ સુધી પહોંચાડનાર  એકમાત્ર વ્યવસાયકાર હોય તો તે વન એન્ડ ઓન્લી ટીચર છે ! જય શિક્ષક.*

*જય ભારત..*

Sunday, 28 July 2019

ટેડ ની વાત

*એક શિક્ષક તરીકે અચુક વાચવા જેવી પ્રેરણાદાયી વાત*. 
  
(જગતભરના શિક્ષકોને, માતા પિતાને કે જેઓ પ્રથમ શિક્ષકો છે અને જેમનો જીવ શિક્ષકનો છે એ તમામને આ લેખ અર્પણ)

*ટેડ....*

નિશાળમાં પાંચમા ધોરણનો વર્ગ ચાલુ થવાનો હતો. બાળકોને નવા શિક્ષિકાબહેન માટે ઇંતેજારી હતી. બાળકો અને શિક્ષિકાબહેન બંને એકબીજા માટે નવાં હ્તાં. બેલ પડ્યો.
એક સુંદર બહેને વર્ગમાં પ્રવેશ કર્યો. એનું નામ મિસિસ થોમ્પ્સન. અભિવાદન થયું. સૌએ એકબીજાનો પરિચય આપ્યો. દરેક છોકરાના અવાજમાં ઉત્સાહ હતો. પણ ત્રીજી હરોળમાં બેઠેલો એક છોકરો કંઇપણ બોલ્યાચાલ્યા વિના બેઠો રહ્યો. લઘરવઘર વેશ અને કેટલાયે દિવસથી જાણે નાહ્યો ન હોય, કદાચ ગંધાતો પણ હોય એવા છોકરાને જોઇને ટીચરને સુગ ચડી ગઇ. એમણે એનું નામ જાણી લીધું, ટેડ. એના મનમાં ટેડ પ્રત્યે તિરસ્કાર ભરાઇ ગયો હતો.
ક્લાસમાં ટેડ મશ્કરીનું પાત્ર બની ગયો હતો. ટીચર પણ એને ઉતારી પાડવાનો એક પણ મોકો ચુકતા નહીં. શરુઆતમાં તો એ ટેડની પેપર તપાસતાં ખરાં પણ એકાદ બે વખત ટેડને ઝીરો માર્કસ આવ્યા પછી એમણે ટેડના પેપર પર પહેલે પાને મોટું લાલ મીંડુ મુકવાનું શરુ કરી દીધું. નાપાસની નિશાની કર્યા પછી જ પેપર જોતાં. ટેડના અક્ષરો પણ એટલા ગડબડિયા હતા કે ભાગ્યે જ કોઇ ઉકેલી શકે. વારંવાર નાપાસ થવા છતાં ટેડ જાણે કંઇ જ બન્યું ન હોય એમ વર્તતો. નીચું જોઇને બેસી રહેતો. આખો ક્લાસ અને ટીચર એની મજાક કરાતા હોય ત્યારે એ પગના અંગુઠાથી જમીન ખોતરતો રહેતો.
નિશાળના કાયદા પ્રમાણે દરેક વર્ગશિક્ષકે પોતાના દરેક વિદ્યાર્થીનો આગલા દરેક વરસનો રેકોર્ડ વાંચી જવો ફરજીયાત હતો. એક વખત પ્રિંસિપાલે મિ. થોમ્પ્સનને આ અંગે પૂછ્યું તો એમણે કહ્યું કે ટેડ સિવાય એમણે બધા વિદ્યાર્થીનો રેકૉર્ડ વાંચ્યો છે. પ્રિંસીપાલે ટેડનો રેકોર્ડ પણ જલ્દીથી વાંચી જવાની તાકીદ કરી.. આખરે એક રવિવારે એમણે ટેડનો રેકોર્ડ હાથમાં લીધો.
ટેડના પહેલા ધોરણના વર્ગશિક્ષકે લખેલું કે ‘ટેડ એક ખુબ જ હસમુખો અને હોંશિયાર છોકરો છે. એના અક્ષર મોતીના દાણા જેવા છે. આટલો ઉત્સાહી અને જીવંત છોકરો વર્ગમાં બીજો એકેય નથી.એ કદાચ ભવિષ્યનો સિતારો છે. આઇ વિશ ઓલ ધ બેસ્ટ ટુ હીમ.’ મિસિસ થોમ્પ્પ્સનને આ વાંચીને નવાઇ લાગી, કારણ કે આજના ટેડ સાથે આ વાતનો કોઇ મેળ ખાતો નહોતો. એમણે આગળ વાંચવાનું શરુ કર્યું.
બીજા ધોરણના શિક્ષકે નોંધ કરી હતી કે ટેડ અત્યંત હોંશિયાર અને ચપળ છોકરો છે. દરેક વિદ્યાર્થીનો એ માનીતો છે. પણ પાછલા થોડાક દિવસથી એ બેધ્યાન બની ગયો છે. એનું કારણ એની માતાને છેલ્લા તબક્કાનું કેન્સર છે એ હોઇ શકે. સાંભળવામાં આવ્યા મુજબ એના પિતા દારુડિયા છે. એના ઘરની ખરાબ પરિસ્થિતિની એના પર અસર થઇ રહી છે.’ આ વાંચ્યા પછી મિસિસ થોમ્પ્સનને આઘાત લાગ્યો.
ત્રીજા વર્ગશિક્ષકની નોંધ હતી, ‘માતાના મૃત્યુથી ટેડ ભાંગી પડ્યો છે. આટલો નાનો બાળક હંમેશા ઉદાસ બેઠો રહે છે. ક્યારેક એકલો એકલો કંઇક બબડતો હોય છે. ક્યારેક એની આંખમાં આંસુ ભરેલાં હોય છે. એ કંઇ જ બોલતો નથી. કોઇ સાથે એ હવે વાત પણ કરતો નથી. ભણવાના પૂરા પ્રયત્ન છતાં એ ભણવામાં ધ્યાન આપી શકતો નથી. જો કોઇ યોગ્ય પગલાં નહીં લેવાય તો એવું બને કે એના કુમળા માનસને આ આઘાતમાંથી પાછું નહીં વાળી શકાય…’ આવા પીડાતા બાળક માટે પોતાનું વર્તન કેવું ખરાબ રહ્યું હતું ? મિસિસ થોમ્પ્સનને પોતાની જાત માટે શરમ આવવા લાગી હતી.
ચોથા ધોરણના શિક્ષકે લખ્યું હતું કે’ ટેડ કોઇપણ બાબતમાં રસ નથી લેતો. એનું જીવનતત્વ જાણે સાવ હણાઇ ગયું છે. સાંભળવા મુજબ એના પિતા હવે ઘરે પાછા નથી આવતા. અને બીજી કોઇ સ્ત્રી સાથે રહે છે. ઘરડી દાદી જોડે રહેતો ટેડ રાત્રે મોડે સુધી દાદીને મદદ કરવાને કારણે ક્લાસમાં કયારેક ઊંઘી જાય છે. એને હવે એક પણ મિત્ર નથી. સાવ જ એકલો એ ક્યારેક રડતો પણ હોય છે. એ કોઇની સાથે વાત પણ નથી કરતો. પોતાના શરીર કે વાળની દરકાર પણ નથી રાખતો. ભગવાનને હું પ્રાર્થના કરું છું કે ટેડને મદદ કરે…’
બસ આટલું વાંચતાં જ મિસિસ થોમ્પ્સન ચોધાર આંસુએ રડી પડ્યા. પહેલાં તો એમને પોતાની જાત માટે શરમ આવેલી પણ છેલ્લી નોંધ વાંચ્યા પછી તો એમને પોતાની જાત પર તિરસ્કાર છૂટ્યો. એક નાનકડા નિર્દોષ જીવને પોતે અજાણતાં જ કેવી ઇજા પહોંચાડી હતી ? ટેડ મેલોઘેલો હતો, લઘરવઘર હતો અને ગંધાતો હતો એ પોતે જોયું પણ એ શું કામ એવો હતો એ જાણવાની આ છ મહિનામાં કદી દરકાર ન કરી. એ ભણવામાં ઝીરો માર્ક્સ લાવતો હતો એ પોતે પેલા લાલ મોટા મીંડાથી સાબિત કર્યું હતું પણ એ છોકરો શું કામ નાપાસ થતો હતો એ જાણવાની ક્યારેય ઇચ્છા પણ નહોતી કરી. શું પોતે એક સાચા શિક્ષકને શોભે એવું કામ કર્યું હતું ખરું ? જરાય નહીં. ઉલટાનું પોતે તો સાવ વખોડવાલાયક કામ જ કર્યું હતું. રવિવારનો બાકીનો દિવસ એના આંસુ બંધ ન થયા.
બીજા દિવસનો સોમવાર નાતાલની રજા અગાઉનો છેલ્લો દિવસ હતો. એ દિવસે બધા બાળકો શિક્ષક માટે નાતાલની ભેટ લાવે એવો રિવાજ હતો. પાંચમા ધોરણના બાળકો પણ પોતાના શિક્ષકને ભેટ આપવા થનગની રહ્યા હતાં. બેલ વાગ્યો અને હળવા પગલે મિસિસ થોમ્પ્સન ક્લાસમાં દાખલ થયાં. આ છ મહિનામાં પહેલી વાર એમણે ટેડ સામે જોઇ સ્મિત કર્યું. પણ ટેડ તો સ્થિત્પ્રજ્ઞની જેમ કોઇ હાવભાવ વગર બેઠો રહ્યો.
બધા બાળકો એક પછી એક આવીને ‘મેરી ક્રિસમસ મિસિસ થોમ્પ્સન’ કહેતાં પોતાના હાથમાંથી રંગીન કાગળમાં વીંટાળેલા બોક્સ મિસિસ થોમ્પ્સનને આપતાં હતાં. ટેડ માથું ઝુકાવીને બેઠો હતો.. છેલ્લે ટેડ ઊભો થયો. એના હાથમાં કરિયાણાની દુકાનેથી આવેલી કથ્થાઇ કાગળની કોથળી હતી. ટેડે ડૂચાની જેમ એ કોથળીને પોતાના હાથમાં પકડી હતી. થોડુંક ચાલ્યા પછી એ મુંઝાયો. બધા છોકરાઓ એના હાથમાંની ગંદી કોથળી જોઇને હસતા એની મશ્કરી કરવા લાગ્યા.બંને હાથ વડે કોથળીને સજ્જડ પકડીને ટેડ મિસિસ થોમ્પ્સન પાસે પહોંચ્યો. નીચું જોઇને ખચકાતાં ખચકાતાં એણે હાથ લંબાવ્યો.
“મારા વહાલા દીકરા ! આ ભેટ આપવા બદલ તારો ખુબ ખુબ આભાર !” કહેતાં મિસિસ થોમ્પ્સને એના માથા પર પહેલી વાર સાચા દિલથી હાથ ફેરવ્યો. ટેડે પોતાની માતાના મૃત્યુ પછી કદાચ પહેલી વાર આવો પ્રેમાળ સ્પર્શ અનુભવ્યો હશે. એણે મિસિસ થોમ્પ્સનની આંખોમાં જોયું. એમાં પસ્તાવાના આંસુની ભીનાશ ઊભરી આવી હતી. ટેડની આંખમાં પણ આભારના હજાર શબ્દો લખાઇ ચુક્યા હતા. એ ઝડપથી ચાલીને પોતાની જગ્યાએ બેસી ગયો.
મિસિસ થોમ્પ્સને ટેડે આપેલી કથ્થાઇ so કાગળની કોથળી ખોલી. દરિયાકાંઠેથી વીણેલાં છીપલાંનો એક કઢંગો પાટલો (બ્રેસલેટ) એમાં હતો. ટેડે જાતે જ બનાવેલો. અમુક છીપલાં બનાવતાં જ તૂટી ગયેલાં એની સાથે હતી પોણી વપરાઇ ગયેલી પર્ફ્યુમની બાટલી. આખો વર્ગ આ વસ્તુઓને જોઇને હસવા લાગ્યો. પણ મિસિસ થોમ્પ્સને બધાંને ચૂપ કરી દીધાં. ટેડ સામે જોઇને વહાલથી પૂછ્યું, ‘ટેડ દીકરા સાચું કહું ? આટલી સરસ ભેટ મને ક્યારેય કોઇએ આપી નથી. બીજા બધાએ મને સ્ટોર્સમાં મળતી તૈયાર વસ્તુઓ જ આપી છે. પણ તેં તો મારા માટે ભેટ જાતે જ તૈયાર કરી છે ખરું ને ?” હકારમાં મસ્તક હલાવી ટેડ નીચું જોઇ ગયો.
એ દિવસે બાકીના દરેક પિરિયડમાં મિસિસ થોમ્પ્સને એ બ્રેસલેટ પહેરી જ રાખ્યું. એ સાંજે એમના ઘરના દરવાજાની નીચેથી એક પત્ર સરકીને અંદર આવ્યો. એમાં લખ્યું હતું કે ‘મારી માતાના મૃત્યુ પછી તમે પહેલી એવી વ્યક્તિ છો જેણે મને સાચું વહાલ કર્યું હોય. તમે સૌથી સારાં ટીચર છો. – ટેડ.’ વાંચીને મિસિસ થોમ્પ્સનની આંખમાં આંસુ આવી ગયાં. એમના દુખતા હૃદયને થોડીક શાંતિ મળી.
બીજે દિવસે ટેડ નહાઇને ક્લાસમાં આવ્યો હતો. એના વાળ પણ વ્યવસ્થિત હતા. પહેલી વખત કદાચ એણે ધોયેલાં કપડાં પહેર્યા હતા. ત્યાર પછીથી તો જાણે ઠૂંઠા ઝાડને વસંતનો વાયરો સ્પર્શી ગયો હોય એમ ટેડ ઝડપભેર ખીલવા લાગ્યો. મિસિસ થોમ્પ્સન પણ એનું ખાસ ધ્યાન રાખતાં ટેડનાં વખાણ કરવાની એક પણ તક જતી ન કરતાં. ટેડ નવમાસિક પરીક્ષામાં છઠ્ઠા નંબરે આવ્યો હતો અને વાર્ષિક પરીક્ષામાં પ્રથમ !! વરસના અંતે એ ક્લાસના વિદ્યાર્થીઓનો વિદાયસમારંભ યોજાયો ત્યારે ટેડ ખૂબ રડ્યો. મિસિસ થોમ્પ્સન પણ એટલું જ રડ્યાં. હવે ટેડ એમનો સૌથી વહાલો અને માનીતો વિદ્યાર્થી બની ચુક્યો હતો.
એક વરસ પછી મિસિસ થોમ્પ્સનને ટેડનો પત્ર મળ્યો. એણે લખ્યું હતું કે હજી એના માટે સૌથી શ્રેષ્ઠ ટીચર મિસિસ થોમ્પ્સન જ છે અને જિંદગીમાં એમને ક્યારેય નહીં ભુલી શકે.
સમય સરકતો ગયો. છ સાત વરસ પછી મિસિસ થોમ્પ્સન આ ઘટનાને લગભગ ભુલી જવા આવ્યાં હતાં. એવે વખતે ફરી એક વખત ટેડનો પત્ર આવ્યો. એણે લખ્યું હતું,’ મિસિસ થોમ્પ્સન, તમે મારી જિંદગીમાં સૌથી આદરણીય અને શ્રેષ્ઠ વ્યક્તિ આજે પણ છો. દાદીના મરી ગયા પછી મજુરી કરીને ભણતાં ભણતાં મેં હાઇસ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો છે. આજે હું સમગ્ર બોર્ડમાં ત્રીજા નંબરે પાસ થયો છું. આ બધું તમારા વહાલ અને કાળજીનું પરિણામ છે. હું હંમેશા તમારો ઋણી રહીશ.’ આંસુભરી આંખે મિસિસ થોમ્પ્સન પત્ર સામે જોઇ રહ્યાં.
એ પછી પાંચ વરસ સુધી ટેડના કોઇ જ સમાચાર ન મળ્યા. બોર્ડની પરીક્ષા પછી એણે આગળ શું કર્યું એની એમને કંઇ જ ખબર નહોતી. એવામાં એક દિવસ એક સરસ મજાનું પરબીડિયું એમના દ્વાર નીચેથી સરક્યું. આ વખતે ‘તમે મારા જીવનના સૌથી આદરણીય વ્યક્તિ છો’ એથી વધારે વિગત નહોતી. ટેડ એમને જલ્દી મળવા આવશે એવું લખ્યું હતું. પણ પત્રમાં સહી બદલાઇ ગઇ હતી. પત્રને અંતે જ્યાં ‘ટેડ’ એમ લખતો હતો ત્યાં આ વખતે ડૉ. થીઓડોર એફ. સ્ટોડાર્ડ, એમ.ડી. એમ લખ્યું હતું. હા !! ટેડ હવે ડૉકટર બની ગયો હતો. મિસિસ થોમ્પ્સનની આંખમાંથી હર્ષાશ્રુ વહી રહ્યાં.
પત્ર મળ્યાના બે દિવસમાં જ સવારના આઠ વાગ્યામાં મિસિસ થોમ્પ્સનના ઘરની ડોરબેલ વાગી. દ્વાર ખોલીને જુએ છે તો સામે એક પડછંદ અને ફૂટડો યુવાન ઊભો હતો. એની સાથે એક રુપાળી યુવતી હતી. યુવાને પૂછ્યું, ‘ઓળખ્યો મને ?’ મિસિસ થોમ્પ્સન હજુ અવઢવમાં હતાં.
’હું ટેડ અને આ મારી વાગ્દત્તા !’ એટલું કહીને ટેડ મિસિસ થોમ્પ્સનના પગમાં પડી ગયો. ક્યાંય સુધી રડ્યા પછી ટેડે પોતાના લગ્નનું આમંત્રણ આપ્યું.
ત્રણ દિવસ પછી ટેડના લગ્નમાં મિસિસ થોમ્પ્સન આવ્યા ત્યારે ટેડે મિસિસ થોમ્પ્સનને પોતાની માતાની જગ્યાએ બેસાડ્યા. એમના શરીર પરથી આવતી પર્ફ્યુમની સુગંધ ટેડ ઓળખી ગયો. પોતે જે પોણી વપરાયેલી બાટલી મિસિસ થોમ્પ્સનને ભેટ આપી હતી એ જ !! એણે કહ્યું, ‘મેમ, આ સ્પ્રેની પોણી બાટલી મારી માએ વાપરેલી. બાકીની પા મેં તમને આપેલી. એટલે આ સુગંધથી મને લાગે છે જાણે મારી મા જ ત્યાં બિરાજે છે. મને ડૂમો ભરાઇ આવે છે પણ તમે જ એ વ્યક્તિ છો જેણે મને મારી જાત માટે આદર શીખવ્યો છે. મારામાં કંઇક સત્વ પડેલું છે અને હું પણ કંઇક કરી શકું છું એવો આત્મવિશ્વાસ તમે મારામાં જગાવ્યો છે…’ ટેડ આગળ ન બોલી શક્યો.
’ના બેટા, એવું નથી. હકીકતમાં તો તેં જ મને શીખવ્યું છે કે હું પણ કંઇક અદભુત કરી શકું છું. તું મળ્યો એ પહેલાં હું નિશાળની એક પગારદાર શિક્ષિકા માત્ર હતી. કેમ ભણાવવું જોઇએ એ તો મને તું મળ્યો પછી જ સમજાયું. ચોપડીઓમાં રહેલા વિષયોની સાથે બીજું કંઇક પણ ભણવા-ભણાવવાની દૃષ્ટિ તો તેં જ મને આપી. શિક્ષકની સાથે એક સારા માણસ બનવાનું તારું એ ઋણ હું ક્યારે ચુકવી શકીશ ?’ ટેડ એમના ચરણોમાં નમી પડ્યો. મિસિસ થોમ્પ્સને એને આશિર્વાદ આપવા હાથ લંબાવ્યો ત્યારે એમના હાથમાં પેલું તૂટેલા શંખલાનું બ્રેસલેટ હતું…..
{આજીવન શિક્ષક મારા માતા પિતા ને સાદર સમર્પિત}

(From book :
‘મનનો માળો’)

You may wish to
forward to all those teachers who have dedicated their life for their student.

Friday, 28 June 2019

નરસિંહ મહેતા જન્મ જયંતી

નરસિંહ મહેતાના પિતાની તિથી આવતાં તેના મોટાભાઈએ કહ્યું કે, પિતાજીની તિથી છે તો જમણવારનું  આમંત્રણ આપેલ છે. પરંતું નરસિંહ મહેતાએ કહેલ કે, પિતાજીની તિથી હું કરીશ. મોટાભાઈએ સમજાવ્યા. પરંતુ નરસિંહ મહેતા ના માન્યા. નાતને તો મોકો જોઈ તો હતો કે, નરસિંહ મહેતા ભીખારી છે. તે શું નાતનું જમણવાર કરશે. નરસિંહ મહેતાએ ઘરે તેની પત્નીને નાત જમવા આવે છે તેથી ઘી લેવા ગયા. નરસિંહ મહેતા ઘી લેવા ગયા. પરંતુ ગામમાં કોઈ ઘી આપ્યું નહી. એક દુકાનદારે કહ્યું ઘી આપું પરંતુ તમે કૃષ્ણભજન સંભળાવો તો નરસિંહ મહેતાને તો જે જોઈતું હતું તે મળી ગયું. નરસિંહ મહેતાએ કૃષ્ણભજન ગાવાનું ચાલુ કરી દીધું. સંભાળનાર અને ગાનાર બન્ને ભાન ભૂલીને તલ્લીન થઈ ગયા. આમને આમ સાંજ પડી ગઈ. સાંજે દુકાન વધાવવાના સમયે નરસિંહ મહેતાને દુકાનદારે ઘીની બરણી ભરી આપી.

નરસિંહ મહેતાને ઘરે બપોરે પુરી નાગરી નાત બપોરે ભોજન લેવા પહોચી ગઈ. તેનો મોટોભાઈ મનમાં દુઃખી થતો હતો. પુરી નાગરીનાતમાં નાક કપાવશે નરસયો ખાવા ઘરમાં ધાન નથી ને તિથી કરવા નીકળ્યો છે. પુરી નાત અને મોટાભાઈ આવ્યા તો નરસિંહ મહેતા દરેકને ઘી લચપચતા લાડુ પીરસી રહ્યા હતાં. મન મુકીને આગ્રહ કરીને જમાડી રહ્યા હતા. ભોજન બાદ દરેકને એક એક અસરફી દાનમાં આપતાં હતાં. પુરી નાગરીનાત અને નરસિંહ મહેતાનો મોટોભાઈ મોમા આગળા નાંખી ગયાં.

સાંજે દિવસ ઢળતા નરસિંહ મહેતા ઘીની બરણી સાથે ઘરે આવ્યાં. તેની પત્ની ભગવાનને ભોગ ધરાવીને જમવા બેઠી હતી. નરસિંહ મહેતા બોલ્યાં, બાપુજીની તિથી હોવાથી ગયો તો ઘી લેવા પણ કોઈ આપવા રાજી ન હતું. એક વેપારી આપવા રાજી થયો તો મારા હરીભજન સાંભળીને હરીભજનમાં સાંજ થઈ ગઈ ખબર ના રહી. આ લે ઘી નાતને જમાણવી પડશે ને?

નરસિંહ મહેતાની પત્ની ઘી બરણી હાથમાં લેતાં બોલી તમે તમારી હાથે જ બપોરે પુરી નાતને જમાડીને દાનમાં એક એક અસરફી આપી ભુલી ગયાં.
આટલું સાંભળી નરસિંહ મહેતા ભીની આંખે બોલ્યાં, સુશીલા મારો હજાર હાથ વાળો આવીને મારી ફરજ પુરી કરી ગયો. હું તો હજુ ઘી લઈને આવ્યો છું. મારા હરી તારી લીલા તો તુ જાણે..

ઉપરોક્ત સત્ય હક્કિત વાંચીને એટલો ખ્યાલ આવ્યો કે, ભગવાન ભગતના પ્રેમરૂપી વશમાં છે. જ્યાં પ્રેમ છે ત્યાં ભગવાન હાજર જ છે. પોતાના ભક્તના દરેક કામ કરવા ભગવાન હંમેશા તત્પર રહે છે. આજ નરસિંહ મહેતાની ૬૧૧મી જન્મ જયંતિ નિમિતે એક નાના પ્રંસગ રૂપે તેની યાદ....
જય શ્રી રાધે કૃષ્ણ

Monday, 18 February 2019

જરૂરી દવાઓ

🛑Very Important msg read full🛑

Doctor  પણ રજા પર હોય, દવાખાના બંધ હોય, તો હેરાન થવું પડે છે .મેડિકલ સ્ટોર પણ નજીકમાં ના હોય, તો આ સમસ્યાના નિરાકરણ માટે આપણી સાથે આવશ્યક અમુક દવા જો લઇ જઈએ કે રાખીએ, તો આપણે હેરાન થવું ના પડે અને તાત્કાલીક રાહત પણ મળી રહે. આ ઉદેશ્યથી અમુક પ્રાથમિક એલોપથી દવાનું આપને માર્ગદર્શન આપું છુ. તો અમુક સામાન્ય રોગ અને એની દવાની માહિતી હું આ પોસ્ટમાં આપું છું.

◆શરદી થઈ હોય તો:
Tab. Wicoryl -(10)
OR.
Tab. Diomanic DCA -(10)
(બપોરે-1,રાત્રે-1 ,જમી ને)

◆તાવ આવે તો:
Tab. Nise tablet -(10)
OR.
Tab.calpol 500 -(10)
(બપોરે-1,રાત્રે-1 ,જમી ને)

◆ઉલ્ટી થતી હોય તો:
Tab. Ondem 4mg -(5)
(જરૂર મુજબ લેવી)

◆પેટનો દુ:ખાવો થાય તો:
Tab. Meftal spas -(5)
OR.
Tab.cyclopam-(5)
(જરૂર મુજબ લેવી)

◆ગેસ માટે:
Cap. Omez-D-(10)
(1-સવારે, 1-સાંજે, ભૂખ્યા પેટે.)

◆એસિડિટી થઈ હોય તો :
Cap. CYRA-D -(10)
(1-સવારે, 1-સાંજે, ભૂખ્યા પેટે.)

◆હાથ, પગ, દાંત, માથાના દુખાવામાં રાહત માટે :
Tab. Acenac-P -(10)
OR.
Tab.Hifenac-p -(10)
(બપોરે-1,રાત્રે-1 ,જમી ને)
નોંધઃ આ દવા જોડે એસિડિટીની દવા લેવી જેથી કરી એસિડિટીનો નાશ થાય.

◆સ્નાયુનો દુખાવો:
Tab.Hifenac-MR -(10)
(બપોરે-1,રાત્રે-1 ,જમી ને)
નોંધઃ આ દવા જોડે એસિડિટીની દવા લેવી જેથી કરી એસિડિટીનો નાશ થાય.

◆પગના દુખાવા માટે  લગાવવા ની ટ્યુબ:
Gel volini -(1)

◆એલર્જી , ખંજવાળ:
Tab. L-Dio 1 -(10)
OR.
Tab.Lazine-(10)
(રાત્રે-1, જામી ને)

◆શ્વાસ માટે:
Tab. Derephylin -(5)
(જરૂર મુજબ લેવી)

◆ચક્કર માટે:
Tab. Stemetil 5mg -(5)
(જરૂર મુજબ લેવી)

◆ગભરામણ થતી હોય તો:
Tab. Sorbitol 5mg -(5)
(જરૂર મુજબ લેવી)

◆નાશ લેવાના પોપટા:
Cap. Carvol plus -(5)
OR.
Cap.Airway-(5)
(સૂંઘવા માટે)
👆નોંધઃ આ દવા પીવા માટે નથી. શરદીમાં નાક બંધ થઈ ગયું હોય, તો રૂમાલમાં નાખી સૂંઘવા માટે છે.

◆સામાન્ય ઝાડા મટાડવા:
Tab. Lopox -(10)
(જરૂર મુજબ લેવી)

◆પાણી જેવા ઝાડા /મરડો મટાડવા માટે :
(Gestric  infection)
Tab. O2 -(10)
OR.
Tab. Ornof -(10)
(બપોરે-1,રાત્રે-1 ,જમી ને)

◆કાકડા, ગાળાનું ઈન્ફેકશન
(Antibiotic)
Tab. Zathrin 250 -(6)
OR.
Tab.Azee 500 -(3)
(1-સવારે, 1-સાંજે, ભૂખ્યા પેટે.)

◆ મોઢું આવી ગયું હોય તો :
(Mouth ulcer)
Tab. Folib plus -(10)
OR.
Tab.cobadex CZS -(10)
OR.
Tab.Fourtus B-(10)
(બપોરે 1 જમીને)

◆વાગ્યા પર લગાવવાની ટયુબ:
Cream Betadin -(1)

◆મુસાફરીમાં ઉલ્ટીની તકલીફ માટે:
Tab. Avomin -(10)
[ઘણા લોકોને બસની અથવા મુસાફરીની એલર્જી હોય છે. આવા વ્યક્તિને ચક્કર આવે અને પછી ઉલ્ટી થાય. એવું ના થાય એના માટે આ દવા પી ને પછી જ બસમાં બેસવું.】

ખાસ નોંધ: ઉપરોક્ત દવા દર્શાવેલ ડોઝ પ્રમાણે જ લેવી. કોઈ એક રોગ માટે જે દવા લખેલી છે, તે દવાના નીચે  ઓપ્શનના બ્રાન્ડ  નેમ આપ્યા છે. કોઈ એક જ બ્રાન્ડ લેવી.
આ દવા 18 થી 60 ની ઉંમર ની વ્યક્તિ માટે છે. આ દવા કાયમી ના લેવી. કામચલાઉ ઉપયોગ માટે જ છે. આપ કોઈ ભયંકર બીમારીથી પીડાતા હોવ, તો આ દવા તમારા ફેમિલી ડૉક્ટરને પૂછીને લેવી.
             આ ઉપરાંત ફર્સ્ટ એઇડ બોક્સ જોડે રાખી શકાય, જેમાં થોડું  રૂ,  Betadin cream, જાળી વાળી પટ્ટી, ડેટોલ, બેન્ડ એઈડ, વગેરે રાખી શકાય.

મેસેજ સાચવીને રાખશો. ખુબ જ ઉપયોગી છે.

Bane atlo AA msg share Karo kadach koi ne Kam awi jai                          ધ્યાનથી  વાંચજો